નવીદિલ્હી
જાે તમે વિકેન્ડ પર ફરવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોય પરંતુ બજેટ સાથે ન હોય તો અમે તમને એક એવી ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું બધું ટેન્શન જ દૂર કરી દેશે. રિઝનલ એરલાઈન્સ ફ્લાઈબિગે પ્રવાસીઓ માટે એક ખાસ ઓફર રજૂ કરી છે. જેમાં તેમણે માત્ર ૯૯૯ રૂપિયાની કિંમતની સાથે ઉડાન ભરવાની તક મળશે. જાેકે એરલાઈન્સ પ્રવાસીઓની સંખ્યાને વધારવા માટે સતત આવી ઓફર જાહેર કરી રહી છે. આ પહેલાં એર એશિયા, ગો ફર્સ્ટ, વિયેતનામ જેટ પણ ઓછા ભાડા સાથે ઉડાનની ઓફર આપી રહી છે. ઓફર દ્વારા એરલાઈન્સ પોતાની ડિમાન્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. ભારતના રિઝનલ એવિએશનના નવા ખેલાડી ફ્લાઈબિંગે ખાસ ઓફરની જાહેરાત કરી છે. એરલાઈન્સના ફ્લાઈબિગ ફેસ્ટિવ સેલમાં મુસાફરોને ૯૯૯ રૂપિયાથી લઈને ૩૦૦૦ રૂપિયા સુધીની ટિકિટ ઓફર કરવામાં આવી રહી છે. એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે આ સેલમાં કુલ ૧૦૦૦૦ ટિકિટ ઓફર કરવામાં આવી છે. આ સેલ આજથી એટલે કે ૧૪ જુલાઈથી શરૂ થયો છે. અને ૨૦ જુલાઈએ સેલ બંધ થઈ જશે. એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન ગુવાહાટીથી પાસીઘાટ અને ગુવાહાટીથી રૂપસી માટે ૯૯૯ રૂપિયાની ટિકિટ નક્કી કરવામાં આવી છે. જ્યારે ગુવાહાટીથી તેજુ, હૈદરાબાદથી ગોદિયા માટે હવે માત્ર ૧૫૦૦ રૂપિયામાં ઉડાન ભરી શકો છો. ઈન્દોરથી ગોદિયા, હૈદરાબાદથી ઔરંગાબાદની ટિકિટ માત્ર ૨૦૦૦ રૂપિયામાં મળશે. ૧. પહેલાં એર એશિયાએ લગભગ ૧૫૦૦ રૂપિયામાં ઉડાનની ઓફર આપી છે. એરલાઈન્સે દિલ્લી-જયપુર જેવા ઘરેલુ રૂટ્સ માટે આ ઓફર આપી છે. ૨. ગો ફર્સ્ટે ૭ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ચાલનારી પોતાની ખાસ યોજના અંતર્ગત ૧૫૦૦ રૂપિયાની ટિકિટ ઓફર કરી હતી. ૩. વિયેત જેટે માત્ર ૨૬૦૦ રૂપિયામાં વિદેશ જવાની સ્કીમ શરૂ કરી હતી. જે ૧૩ જુલાઈ સુધી લાગુ હતી. એરલાઈન્સે ઉડાનનો સમય ૧૫ ઓગસ્ટ ૨૦૨૨થી ૨૬ માર્ચ ૨૦૨૩ સુધી રાખ્યો હતો.

