Gujarat

બેંકો સાથે ₹ 500 કરોડથી વધુની ઠગાઈ, ગુજરાતની બે કંપની વિરુદ્ધ CBIમાં ગુનો દાખલ

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ ગુરુવારે બેંકો સાથે અંદાજે 525 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ કરી છે.

CBIએ પ્રથમ કેસ 452.62 કરોડ રૂપિયાનો અને બીજો કેસ 72.55 કરોડ રૂપિયાની બેંક સાથે ફ્રોડ મામલે દાખલ કર્યો છે.

CBIએ 452.62 કરોડ રૂપિયાની બેંક ઠગાઈનો કેસ એમ.એસ વારિયા એન્જિનિયરિંગ વર્કર્સ પ્રાઈવેટ લિમિટેડના હિમાંશુ પ્રફૂલચંદ વારિયા, શ્રીમતી સેજલ વારિયા, એમએસ. કૃષ ટેક કૉન પ્રાઈવેટ લિમિટેડના અજ્ઞાત લોક સેવક અને અન્ય લોકો વિરુદ્ધ દાખલ કર્યો છે.

બીજી તરફ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની એક ફરિયાદના આધારે ગુજરાતના અમદાવાદ સ્થિત ખાનગી કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીના ડિરેક્ટર સહિત અન્ય અજ્ઞાત લોકો સામેલ છે.

આ અંગે અધિકારીનું કહેવું છે કે, 2013થી 2017ના સમયગાળા દરમિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ બરોડા, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક અને વિજયા બેંક સહિતની બેંકોના કંસોર્ટિયમ સાથે ઘાલમેલ કરીને એક ગુનાહિત કાવતરુ રચવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ખાનગી કંપનીના ડિરેક્ટરોના સત્તાવાર ઠેકાંણા સહિત અન્ય 4 સ્થળો પર CBI દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. Fraud With Indian Bank

બીજા કેસમાં બેંક ઑફ બરોડાની એક ફરિયાદ પર ગુજરાતના ગાંધીનગરમાં આવેલ એક ખાનગી કંપની અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. Bank Fraud In India

જેમાં 72.55 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં CBIએ એમએસ ગોપાલા પૉલીપ્લાસ્ટ લિમિટેડ, મનીશ મહેન્દ્ર સોમાણી, મનોજ મહેન્દ્ર સોમાણી, કિશોરીલાલ સોંથાલિયા સહિત અન્ય અજ્ઞાત લોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કંપનીએ વર્ષ 2017-19 દરમિયાન 72.55 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી છે.

 

CBI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *