ઊનાના ખંઢેરા ગામે હનુમાન મંદીર પાસે જાહેરમાં ગજીપતાના તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ સ્થળ પર પહોચી રેઇડ કરતા ધીરૂ નારણ બાંભણીયા, મનુ વિજા ભીલ, વિરા અરજણ બાંભણીયા, અરજણ વિજા ભીલ, સંજય ભાણા વાજા, દિનેશ નાજા ભીલ, કરશન ગોંવિદ ભીલ તેમજ ભીખા રામસી ચારણીયા રહે. ખંઢેરા વાળાને રોકડ રકમ સહીત રૂ. ૧૭,૯૮૦ નો જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

