બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા ની સુચના અને ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા,રમજાનભાઈ કોંઢીયા,નિલેશભાઈ ગળથરા,મનહરસિંહ પરમાર,નિલેશભાઈ પરમાર સહીત પોલીસ સ્ટાફના માણસોએ બાતમીને આધારે રાણપુર શહેરમાં મેઘાણીનગર શેરી નં-4 માં જુગાર રમતા 5 ઈસમો ને ઝડપી લીધા હતા જેમાં સતીસભાઈ રાજુભાઈ લોલડીયા,બાદલભાઈ રાજુભાઈ લોલડીયા,રાજુભાઈ રૂપસંગભાઈ સાકરીયા,વિજયભાઈ વિનુભાઈ સાકરીયા,સંજયભાઈ ભરતભાઈ બાવળીયા તમામ રહે.રાણપુર વાળા ને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રૂ.5,610 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ છે.
