Gujarat

રાજકોટની પરિણીતાએ પતિને છોડાવવા દાગીના લૂંટ્યા

રાજકોટ
રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (્‌મ્ઢ) નામના શો-રૂમમાં શનિવારે સાંજે ૧.૪૮ કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કીસ બાનુ નામની મહિલાએ શનિવારે સાંજે શો-રૂમમાંથી દાગીના જાેવા માટે ઘરે મગાવ્યા હતા. આથી શો-રૂમનો વિશાલ નામનો કર્મચારી ૧.૪૮ કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોચતાની સાથે જ બિલ્કીસ બાનુએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લઇ બાદમાં કાળા કલરની ક્રેટા કારમાં ભાગી ગયા હતા. જાેકે પોલીસને જાણ થતા જ ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપી બિલ્કીસ બાનુની ધરપકડ કરી બિલ્કીસના પિતા અને સગીર પુત્રની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ પશ્ચિમના છઝ્રઁ પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, મહિલા આરોપી બિલ્કીસ બાનું ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી શો-રૂમમાંથી ઘરેણાં ખરીદતી હોવાથી તે રેગ્યુલર ગ્રાહક હોવાથી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં ગઇકાલે સાંજે સોનુ લેવા માટે શો-રૂમમાં સંપર્ક કરી વીડિયો કોલ કરી ઘરેણાં પસંદ કર્યા હતા. જે ઘરેણાં સાથે કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી પહોંચતાની સાથે જ તેમની પાસેથી ઘરેણાનું બોક્સ મેળવી કેટલાક ઘરેણા અલગ અલગ કરી બાદમાં એક બોક્સમાં લેવા હોય તેવા ઘરેણાં અલગ કરી પાછળના રૂમમાં જઇ તેના સગીર પુત્રને આપી દીધા હતા. જે ઘરેણા સંતાડી દઈ શો-રૂમના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં પ્રથમ મુદામાલ રિકવર કરી બાદમાં આજે આરોપી બિલ્કીસ બાનુને ઝડપી પાડી હતી. જ્યારે તેના સગીર વયના પુત્ર અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે. આરોપી બિલ્કીસ બાનું ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો બિલ્કીસ બાનુ અગાઉ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેમના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે. પોલીસે લૂંટમાં ગયેલ પેન્ડલ બુટી સહિતના સોનાના ૫ સેટ, સોનાની ૧૨ બંગડી, સોનાના ૩ ચેઇન, સોનાના ૨ મંગળસુત્ર, સોનાની ૪ વીટી સહિત કુલ વજન ૧૮૦૭.૯૮૦ ગ્રામ જેની કિંમત ૯૭,૩૪,૨૬૭ થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં ૫ બ્રેસલેટ, ૯ વીટી, ૧ નેકલેસ અને ૧ પેન્ડલસેટનું વજન ૩૫૭.૭૨૦ ગ્રામ અને તેની કિંમત ૫૧,૦૯,૦૧૫ રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત ૧,૪૮,૪૩,૨૮૨ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. સામાન્ય રીતે ચોરી, લૂંટ કે છેતરપિંડીના ગુનામાં પિતા-પુત્રની સંડોવણી સામે આવતી હોય છે. પરંતુ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રના બદલે પિતા-પુત્રીએ સાથે મળી દોઢ કરોડના સોના અને ડાયમંડના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. જાેકે પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં પુત્રી બિસ્કીસ બાનુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી બિલ્કીસનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ ઉપરાંત બિસ્કીલના સોનાના દાગીના વેચાય જતા તે પણ ફરી ખરીદવા લૂંટનું કાવતરું ઘડ્યું હતું. જેમાં બિલ્કીસના પિતા અને તેના સગીર વયના ભાઈએ પણ સાથ આપ્યો હતો. હાલ આ બન્ને ફરાર છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *