Gujarat

ગાંધીનગરના ભાટમાં જમીન પચાવવા ભૂમાફિયાઓએ ફાયરિંગ કર્યું

ગાંધીનગર
ગાંધીનગરના ભાટ ગામમા આવેલી કરોડો રૂપિયાની જમીનમાં ૫૦ જેટલા ભૂમાફિયાઓ ઘુસી ગયા હતા. આ બનાવને લઇને જમીન માલિકને ખબર પડતા જમીન ઉપર પહોંચી ગયા હતા. એપોલો હોસ્પિટલ સામે આવેલી જમીનમાં અસામાજિક તત્વો પ્રવેશી ગયા હતા. જ્યારે આ બાબતે જમીન માલિકને જાણ થતા જમીન ઉપર પહોંચ્યા હતા. જ્યાં જમીન માલિકને ઢોર માર મારવામા આવ્યો હતો. ત્યારે જમીન માલિકના ભત્રીજા ઉત્પલ પટેલે કહ્યુ હતુ કે, પોલીસે કોઇ જ પ્રકારને સહયોગ આપવામા આવ્યો ન હતો. અડાલજ પીઆઇનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો.જમીનોના ભાવ આસામાને પહોંચી જતા છેતરપિંડી અને ગેરકાયદેસર કબ્જાે કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાટમા કરોડો રૂપિયાની જમીન ઉપર ૫૦ જેટલા શખ્સોએ ગેરકાયદેસર ઘુસીને ફાયરીંગ કર્યુ હતુ. આ બનાવને લઇને અડાલજ પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *