નવીદિલ્હી
દેશના બે મોટા અબજાેપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની વચ્ચે સંપત્તિનું અંતર ફરી વધી ગયું છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની રેન્કિંગમાં ગૌતમ અદાણી ૫માં સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિ ૧૦૯ બિલિયન ડોલર છે. વર્ષના આધારે જાેઈએ તો અદાણીની સંપત્તિમાં ૩૨.૭ બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણીથી આગળ બિલ ગેટ્સ, બર્નાડ અર્નાલ્ડ, જેફ બેજાેસ અને એલન મસ્ક છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-૧૦માંથી બહાર થઈ ગયા છે. રેન્કિંગમાં ૧૧માં સ્થાને રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ ૮૫.૩ બિલિયન ડોલર છે અને વર્ષના આધારે તેમની સંપત્તિમાં ૪.૭૩ બિલિયન ડોલરનો ઘટાડો આવી ચુક્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર ૫૨ સપ્તાહની ઉચ્ચ સપાટીએ છે. અદાણી સમૂહની અન્ય કંપનીઓ પણ મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો નિકાસ પર ટેક્સ લગાવવાના ર્નિણય બાદ વિકાવાલીનો માહોલ છે. પરંતુ પાછલા શુક્રવારે રિલાયન્સમાં સામાન્ય વધારો થયો અને શેરનો ભાવ ૨૪૦૧.૫૫ રૂપિયા પર બંધ થયો હતો.

