ઊનાના ખત્રિવાડા ગામે રહેતો શખ્સના ખેતરમાં ગાય ઘુસી જતાં આ મુંગા પશુ પર કુહાડી વડે હુમલો કરી દીધેલ અને ગાયને પેટના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલોહાણ હાલતમાં કરી નાશી ગયેલ હોય સેવાભાવી યુવાનોએ પશુ ડોક્ટરને બોલાવી સારવાર કરાવી.
ખત્રિવાડા ગામે રહેતો કેશુ પુના શિયાળ નામનો શખ્સ પોતાના ખેતરમાં મુંગાપશું ગાય આવી ચડતા વિકૃત માનસીકતા ધરાવતા આ શખ્સે ગાયના પેટાના ભાગે કુહાડી વડે હુમલો કરી દીધેલ હતો. જેથી ગાયના પેટના ભાગે આંતરડા બહાર નિકળી ગયેલ અને લોહીલોહાણ હાલતમાં કરી દેતા ગામના લોકોને અને સરપંચ સહીતને જાણ થતાં તાત્કાલીક પશું ડોક્ટરને બોલાવી ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગૈપ્રમિઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

