Gujarat

જેતપુર તાલુકાના થાણાગાલોળમાં માલિકીનાં મકાનમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા. પોલીસે ૪૨,૬૯૦ મુદ્દામાલ કબજે કર્યો 

જેતપુર તાલુકા પોલીસે તાલુકાના થાણાગાલોળમાં ગામે રહેણાંક મકાનમાંથી જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો હતો જેમાં ૧૦ મોબાઈલ તેમજ ૧૮,૬૯૦ ની રોકડ રકમ મળી કુલ ૪૨,૬૯૦ ના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ  નાઈટ કોમ્બિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં આવેલ કાનજીભાઈ હરસુખભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા કાનજીભાઈ ઉર્ફે કાનો હરસુખ મકવાણા,મયુર ઉર્ફે મહેશ કાનજીભાઈ મકવાણા,ભીખાભાઇ મુળજીભાઈ ભલગામા,જયદીપ મનસુખભાઇ મકવાણા, કિશોર ભાદાભાઈ મકવાણા, રવિ ઉર્ફે ટપો ચંદુભાઈ મકવાણા,સુરેશ બચુભાઈ ઉંઘાડ,જનક હરસુખભાઇ મકવાણા,રોહિત રાજેશભાઈ ચૌહાણ તમામ રહે થાણાગાલોળ તેમજ વિશાલ કિશોરભાઈ ચૌહાણ ( રહે . જેતપુર ),તેજસભાઈ ઉર્ફે ટીડો બાબુભાઇ નગવાડિયા ( ઘોડાસણ તા.વિસાવદર જી.જૂનાગઢ ) ને રોકડ રકમ ૧૮,૬૯૦ મોબાઈલ નંગ-૧૦ મળી કુલ ૪૨,૬૯૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

IMG-20220717-WA0224.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *