ગિરગઢડા
ભરત ગંગદેવ.
એમ કહેવાય છે જે વ્યકિત મહેનત કરે છે તેને 100% સફળતા પ્રાપ્ત થાય છે અને આ વાતને ફરી એકવાર સાબિત કરી છે વેરાવળ ના એક મધ્યમ વર્ગીય અને જેના પિતા જી. આઇ.ડી.સી.ની ફીશ કંપની માં એક સામાન્ય કામદાર એવા સૈયદ પરિવાર ના અલ્વી સાજીદ અનવર હુસેન (બક્ષુ બાપુ) કે જેમના પુત્ર એ સખ્ત પરિશ્રમ દ્વારા C A (સી. એ.) ની પરીક્ષા ખૂબ સારા રેન્ક સાથે પાસ કરેલ છે.
અલ્વી સાજીદ એ ગુજરાત ભરના વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જે સાયન્સ સાથે ધો 12 પાસ થાય છે અને ગુજરાત ની શ્રેષ્ઠ એલ. ડી.કોલેજ મેકેનિકલ એન્જીનીયરીંગ માં પ્રવેશ મેળવે છે અને સતત બે વર્ષ કોલેજ માં ઊંચા રેન્ક સાથે પાસ થાય છે ત્યાર બાદ પોતાનું નિર્ણય બદલે છે અને કોમર્સ ની દુનિયામાં પ્રવેશ કરી બહુ ટૂંકા ગાળામાં C A થઇ બની કામયાબ થાય છે
આ તકે એક શિક્ષક તરીકે અફઝલ સર તેમના વિદ્યાર્થી ના ઘરે જઇ C A સાજીદ ને અને તેમના પરિવાર નું શાલ ઓઢાડી ને મીઠાઈ ખવડાવી બહુમાન કરેલ હતું કારણ કે આવા હોનહાર યુવાનો ગુજરાત ના મુસ્લિમ સમાજ ના વિદ્યાર્થીઓ માટે એક નવી રાહ દેખાડનાર છે.જેમાં હાજીભાઈ પંજા,ટેક્ષ કન્સલ્ટન યાસીનભાઈ ચૌહાણ,અમજદ પંજા અને દાનીશ ચાંચિયા સામેલ થયા હતા.

