Gujarat

પાવી જેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા; બાતમીને આધારે પોલીસે મામલો થાળે પાડ્યો

પાવી જેતપુર તાલુકાના છેલ્લા કેટલાક વર્ષોથી પર પ્રાંતના લોકો મેડિકલની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. જેની બાતમી પાવી જેતપુરના પોલીસને મળતાં પાવી જેતપુર પોલીસે તાલુકાના ડુંગરવાંટ ખાતે સપનકુમાર નિરાપદ બિશ્વાસ – મૂળ રહે પશ્ચિમ બંગાળ, સુષ્કાલ ખાતે પ્રોદીપ પ્રહૂલા રોઈ – – મૂળ પશ્ચિમ બંગાળ, મોટી – મરોલ ખાતે પલાસ નની ગોપાલ મંડલ – મૂળ રહે પશ્ચિમ બંગાળ અને ચુડેલ ખાતે – વિશ્વજીત માધવભાઈ વિશ્વાસ મૂળ રહે – પશ્ચિમ બંગાળ ચારેયના દવાખાના ઉપર રેડ કરીને ચારેય જણાંને ત્યાંથી મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.13828.24/- ની મુદ્દામાલ ઝડપી પાડયો છે.
છોટા ઉદેપુર જીલ્લામાં અગાઉ પણ આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા છતાં બોગસ ડોકટરો જામીન પર છૂટીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220717-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *