Gujarat

નાનડીયા ગામે વાછરડાની આંખનું એક કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન

હાલમાં જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી રહી છે, આ સાથે ખેડૂતોના પશુઓના આરોગ્યની કાળજી પણ કહેવામાં આવી રહી છે. માણાવદર તાલુકાના નાનડિયા ગામે આયોજિત પશુ કેમ્પમાં વાછરડાની આંખના એક કલાકના સફળ ઓપરેશન બાદ નવી દ્રષ્ટિએ અપાઈ છે.

     વેટનરી ડોક્ટર ડી.કે. ચોચા અને તેમની ટીમે ભારે જહેમત બાદ વાછરડાના આંખના રોગીષ્ટ ભાગને બહાર કાઢ્યો હતો. આ વાછરડું ડરમોઈડ ચીસ્ટ નામના રોગથી પીડાઈ રહ્યું હતું. આ રોગથી પશુઓને આંખ ખોલવા-બંધ કરવા અને  જોવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ઉપરાંત એક સમયે પશુઓની દ્રષ્ટિ પણ જતી રહે છે, આ રોગ પશુઓના સર્વાંગી વિકાસમાં પણ બાધારૂપ બને છે. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી પાનેરાએ જણાવ્યું હતું.

vachrda-aankh-operation-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *