Gujarat

ભારે વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં ૧૩૮ મેડીકલ ટીમો દ્વારા મેડિકલ કેમ્પો, ક્લોરીનેશન, પાણીજન્ય મચ્છરથી થતા રોગો માટેના અટકાયતી પગલાઓની ઝુંબેશ

જૂનાગઢમાં હાલમાં સારા એવા પડેલા વરસાદના પગલે જિલ્લાભરમાં મેડિકલ કેમ્પો, સર્વેન્સ, ક્લોરીનેશન ટેસ્ટ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ૧૨૭૩૬૨૪ વસ્તી, તેમજ ૪૯૯ ગામોમાં, ૧૩૮ મેડીકલ ટીમો દ્વારા મેડિકલ કેમ્પો, ક્લોરીનેશન, પાણીજન્ય મચ્છરથી થતા રોગો માટેના અટકાયતી પગલાઓની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનું કામગીરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતાના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.

જૂનાગઢ જિલ્લામાં ગત તા.૧૬ના ૫૭ ગામોમાં ૫૭ મેડિકલ કેમ્પ કરાયા છે, જેમાં ઝાડાના ૬૭ કેસો, પાણીજન્ય રોગોના ૧૦ કેસો, તાવના ૧૨૩ કેસો એરબોનના ૮૭ કેસો, તેમજ સામાન્ય રોગના ૧૫૮૩ કેસો મળી આવ્યા છે. દર્દીઓની સ્થળ ઉપર જ આરોગ્ય તપાસ કરીને સારવાર આરોગ્ય ટીમ દ્વારા અપાય છે

૨૯૯ પેરામેટિકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેન્સની કામગીરી હાથ ધરી એક ૧૩૮૭૬  વસ્તીનું સર્વલન્સ કરાયુ છે, જેમાં સામાન્ય રોગની લોહીની તપાસ માટેના ૪૦૬૧ નમૂના લીધેલા છે બ્લીચીંગ પાવડરની ૧૩૮ બેગ તેમજ નવ લાખ ક્લોરીનની ગોળીઓ ફાળવી અપાય છે.

safay-kamgiri-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *