આમ આદમી પાર્ટી મધ્ય પ્રદેશ માં નગર નિગમ ની ચૂંટણી જીત ને લઇ બોડેલીમાં આમ આદમી પાર્ટી એ ફટાકડા ફોડી જીત ની ઊજવણી કરી
આમ આદમી પાર્ટીએ ગુજરાતની સુરતની જેમ જ મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી લીધી છે. સિંગરૌલી મનપા બેઠક પરના મેયર ઉમેદવાર નો જીતનો પરચમ લહેરાવ્યો છે. રાની અગ્રવાલે ભાજપ ઉમેદવારને 9352 મતોથી હરાવ્યા છે. રાજકિય પંડિતો આ જીતને મધ્યપ્રદેશમાં અલગ રીતે જોઈ રહ્યા છે. દિલ્હી પંજાબ બાદ આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પણ ધીરે ધીરે પગપેસારો કરી રહી છે. ત્યારે આજે બોડેલી મા આમ આદમી પાર્ટીના કાર્યકરો બોડલી અલીપુરા ચાર રસ્તા પર મધ્ય પ્રદેશ ની જીત ની ઢોલ નગારા સાથે ઊજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

