ઝારખંડ
નાની અમથી વાતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીને જીન્સ પહેરવાની ના પાડી તો પત્નીએ ચપ્પુ મારીને પતિની હત્યા કરી દીધી છે. સૂચના મળ્યા પછી પોલીસ તપાસ કરી રહી છે. મૃતકના પિતાનું કહેવું છે કે જીન્સ પહેરવાને લઇને બન્ને વચ્ચે વિવાદ થયો હતો. જે પછી પત્નીએ ચપ્પુ મારી તેના પતિની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે કેસ નોધ્યો છે. આંદોલન ટુડૂના લગ્ન ૨ મહિના પહેલા પુષ્પા હેબ્રેમ સાથે થયા હતા. ગત રાત્રે પુષ્પા હેબ્રો જીન્સ પહેરીને મેળો જાેવા માટે ગોપાલપુર ગામ પહોંચી હતી. જ્યારે તે પરત ફરી તો તેના પતિએ તેને ઠપકો આપ્યો હતો કે જીન્સ પહેરીને મેળો જાેવા ન જઇશ. બસ આટલી વાત સાંભળી પત્નીને ગુસ્સો આવ્યો હતો અને પતિ પર પ્રહાર કર્યો હતો. પત્નીએ કરેલા હુમલામાં પતિ આંદોલન ટૂડુ ઇજાગ્રસ્ત થયો હતો. પરિવારજનોએ તેને ઘનબાદની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું. આ ઘટના ઝારખંડના જામતાડા પોલીસ સ્ટેશનના જાેડભીટા ગામની છે. મૃતકના પિતા કર્ણેશ્વર ટુડૂએ જણાવ્યું કે પુત્ર અને વહુ વચ્ચે જીન્સને લઇને વિવાદ થયો હતો. આ વિવાદમાં વહુએ ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. વહુએ ચપ્પુ મારવાની વાતનો સ્વીકાર કર્યો છે. ઘટના વિશે પોલીસ તપાસ કરી રહી છે. જામતાડા પોલીસ સ્ટેશનના પ્રભારી અબ્દુલ રહમાને જણાવ્યું કે ઘટનાની સૂચના મળી છે પણ સારવાર દરમિયાન મોત થતા સંબંધિત ઘટનાનો પ્રાથમિક કેસ ધનબાદમાં થયો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
