શ્રીનગર
જમ્મુ અને કાશ્મીરના પુંછમાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટમાં આર્મીના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર નુ મોત થયુ હતુ. આ ઘટના મેંઢર સેક્ટરમાં ત્યારે બની જ્યારે સેનાના જવાનો ફરજ પર હતા. સૈન્યના કેપ્ટન અને જેસીઓને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત નીપજ્યા હતા. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી જેની જાણકારી સેનાના અધિકારીઓએ સોમવારે આપી હતી. મળતી માહિતી મુજબ વિસ્ફોટ બાદ ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હેલિકૉપ્ટર દ્વારા ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના શ્વાસ બંધ થઈ ગયા હતા. ભારતીય સેનાએ ટ્વીટ કર્યુ કે કેપ્ટન આનંદ અને નાયબ સુબેદાર ભગવાન સિંહે મેંઢર સેક્ટર માં નિયંત્રણ રેખા પર તેમની ફરજાે નિભાવતી વખતે ગ્રેનેડ વિસ્ફોટમાં જીવ ગુમાવ્યો. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ ટ્વીટ કર્યુ કે પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં ગઈકાલે રાત્રે (રવિવારે) એક આકસ્મિક ગ્રેનેડ વિસ્ફોટ થયો. જ્યારે સૈનિક નિયંત્રણ રેખા પર તેમની ફરજ બજાવી રહ્યા હતા. આ વિસ્ફોટમાં જવાનોને ઈજા થઈ છે. એક અધિકારી અને એક જેસીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે આ દુર્ઘટનામાં બીજા વધુ જવાનો પણ ઘાયલ થયા છે. આ પહેલા રવિવારે પુલવામાના ગંગુ વિસ્તારમાં આતંકી હુમલામાં સીઆરપીએફ જવાન છજીૈં વિનોદ કુમાર શહીદ થયા હતા.
