સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો નાવલી નદીના કિનારે આવેલું સાવરકુંડલા શહેર કલાપ્રેમીઓની નગરી પણ ગણાવવામાં આવે છે. સાવરકુંડલા શહેરમા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા અનેક કલાપ્રેમીઓની કદર સાથે સંન્માન સમારોહ પણ યોજાય છે. જેમાં અનેક કલાના ઉપાસકોની કલાને બિરદાવી સુપ્રસિદ્ધ રામચરિત માનસ કથાકાર પ. પૂ. મોરારીબાપુનનાં વરદહસ્તે પ્રતિ વર્ષ આવા કલાના ઉપાસકોને જાહેર સમારંભમાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી નવાજવામાં આવે છે. એટલે સાહિત્ય, સંગીત અને કલાની કદરદાની સાવરકુંડલા શહેરમાં વ્યાપક પ્રમાણમાં પાંગરી છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.
આજરોજ સાવરકુંડલા કલાપ્રેમીઓએ ભુપિન્દરસિંહના નિધનના દુખદ સમાચાર સાંભળીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ સંદર્ભે સાવરકુંડલા માનવમંદિરના *પૂ. ભક્તિરામ બાપુએ* ઊંડા દુખની લાગણી સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે તેઓશ્રી એક મખમલી અવાજના માલિક હતાં. ઈશ્ર્વર સદગતના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના. તો સાવરકુંડલા શહેરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સહમંત્રી *ભરતભાઈ જોષીએ* પણ આ સમાચાર સાંભળીને ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી અને તેનાં ગઝલ ગીતો હમેશાં લોકોના હૈયામાં ચિરંજીવ રહેશે એમ જણાવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ *કરશનભાઈ ડોબરીયાએ* પણ આ આઘાતજનક સમાચાર સાંભળીને ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી. તો સાવરકુંડલા શહેરમાં આવેલ સોનિક જવેલર્સના માલિક *કેતનભાઈ હીંગુએ* પણ આ દુખદ સમાચાર સાંભળીને ભારે હૈયે સદગતની ગઝલોને વાગોળી તેના બોલિવૂડમાં ગવાયેલાં ગીતો હમેશાં ચિરંજીવી રહેશે એવા ઉદગાર સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તો સાંઈધામ સાવરકુંડલાના *કૌશિકગિરી ગોસ્વામીએ* પણ તેની પ્રિય ગઝલ વાગોળતાં વાગોળતાં ખૂબ જ ભારે હૈયે સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને તેના છેલ્લા પાંચ દાયકાની ગીતોની સફર હમેશાં લોકોના હ્દયમાં ચિરંજીવી રહેશે એમ દુખની લાગણી સાથે જણાવ્યું હતું. ભૂપિન્દર સિંહના બોલીવૂડમાં અનોખું પ્રદાન હતું તેના મખમલી કંઠે ગવાયેલા એના અવાજમાં એક અજબનું માધુર્ય હતું એક અનોખી કશિશ હતી. તેના ગીતોના લાખો ચાહકો આજે તેની કમી મહેસૂસ કરે છે. તેમનાં ગમનથી પડેલો ખાલીપો પૂરી શકે તેવી કોઈ હસ્તી હજુ તો દ્રષ્યમાન નથી થતી. અફસોસ આજે ભારતીય સૂર જગતનો એક સિતારો અસ્ત થયો. તેમની અમર ગીતો જ હવે કલાપ્રેમીઓ માટે જીવનભાથું સમજવું રહ્યું તેના હોઠે ગવાયેલા સુમધુર અને કર્ણપ્રિય ગીતો પૈકી *હોકે મજબૂર મુજે ઉસને બુલાયા હોગા, નામ ગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગા મેરી આવાજ હી પહેચાન હૈ ગર યાદ રહે અને મૌસમનું પેલું ચિત્તાકર્ષક દિલ ઢૂંઢતા હૈં ફિર વોહી ફુરસદ કે રાત દિન* લોક હ્રદયમાં કાયમ જીવંત રહેશે.