ઊના – ગુજરાત સરકારના વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ઊના તાલુકાના ગાંગડા, ઊંટવાળા અને સૈયદ રાજપરા ગામે ધર્મ એચ પી ગેસ એજન્સી સનખડા દ્વારા ઉજ્જવલા યોજનાના મફત ગેસ કનેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને સરકારની વિવિધ યોજનાની કિટ વિતરણ અને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, પ્રાંત અધિકારી, ઊના મામલતદાર આર આર ખાંભરા, તાલુકા વિકાસ અધિકારી, રાજુભાઈ ડાભી, સામતભાઈ ચારણીયા, સંજયભાઈ બાંભણીયા, ભાવેશભાઈ કેશુર, જિલ્લા પંચાયત સદસ્યઓ, તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, તલાટી મંત્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.