ઊનાના સનખડા ગામના ખેડૂત ખાતેદાર ગોહિલ ગંભીર સિંહ ભગુભાનું ખેતર આવેલ છે. તેમાં થોડા દિવસ પહેલા ઉપરવાસમાં ભારે પડેલા વરસાના કારણે ખત્રીવાડા રોડ ઉપર લુણશાપુર નાગદેવતાના મંદિરની બાજુમાંથી રાવલ અને માલણ નદી તેમજ ખેતરાઉ નેરાના પાણીથી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી આ ખેડૂતના ખેતરમાં આવેલ જીવાદોરી સમાન કુવો પાંચ વર્ષ પહેલાંનો બંધાવેલ હોય તે હાલમાં ભારે વરસાદના કારણે પૂરનું પાણી આવતા જમીન સરકી જતાં ખેતરના કુવામાં મશીન, મોટર ટાટર અને ઓરડી સાથે જમીનમાં ગરકાવ થઈ ગયેલ છે આ અંગેની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયેલ અને આ બાબતની જાણ વિવિધ વિભાગના અધિકારીઓને કરી સરકાર દ્રારા સહાય ચુકવવા માંગ કરેલ.
