નવીદિલ્હી
પિનાગવન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક મહિલાએ પોલીસને ફરિયાદઆપી અને જણાવ્યું કે, ૧૨ જુલાઈના રોજ તેના પતિએ તેની સાથે બળજબરીથી અકુદરતી સંબંધો બાંધ્યા હતા. આટલું જ નહીં દિયરે તેનીસાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પીડિતાનું કહેવું છે કે, જ્યારે તેણે તેના સાસુ અને સસરાને આ વિશે જણાવ્યું તો તેની સાથે પણ મારપીટ કરવામાં આવી. આ મામલેપંચાયત પણ થઈ હતી. મહિલાનો આરોપ છે કે, આરોપીઓ તેમની હરકતો ચાલુ રાખી રહ્યા છે. ૧૪મી જુલાઇના રોજ આરોપીએ ફરી એ જઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. તપાસ અધિકારીનું કહેવું છે કે, મહિલાની ફરિયાદ પર તેના પતિ, વહુ, સાસુ અને સસરા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યોછે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.પિનાગવન પોલીસ સ્ટેશનની એક મહિલાએ તેના પતિ પર અકુદરતી સંબંધો રાખવા અને તેના દિયર દ્વારા ભાભી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે સાસુ અને સસરા પર મારપીટની ફરિયાદ પણ આપવામાં આવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
