Delhi

સુપ્રીમ કોર્ટે નૂપૂર શર્માની ૧૦ ઓગસ્ટ સુધી ધરપકડ પર રોક લગાવી

નવીદિલ્હી
પયગંબર ટિપ્પણી વિવાદમાં સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની અરજી પર દિલ્હી, પશ્ચિમ બંગાળ, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને નોટિસ પાઠવી છે. કોર્ટે પોતાના આદેશમાં નુપુર શર્માને જીવનું જાેખમ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. કોલકાતા પોલીસે લુકઆઉટ સર્ક્‌યુલર બહાર પાડ્યું છે જેના કારણે તેમની ધરપકડની આશંકા છે. પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણીને પગલે અલગ અલગ રાજ્યોમાં ૯ એફઆઈઆરનો સામનો કરી રહેલા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી થઈ. પોતાની અરજીમાં નુપુર શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ બાદ તેમને જીવનું જાેખમ વધી ગયું છે. નુપુરે કોર્ટ પાસે ધરપકડ પર રોક લગાવવાની સાથે સાથે તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરીને એક સાથે સુનાવણી કરવાની પણ માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં નુપુરના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધાઈ. એટલે બાકીની જે પણ એફઆઈઆર નોંધાઈ છે તે તે જ પ્રોગ્રામને લઈને થઈ. આવામાં ફક્ત એક એફઆઈઆર દિલ્હીમાં નોંધાઈ છે તેના પર જ કાર્યવાહી થવી જાેઈએ. બાકીની તમામ એફઆઈઆર પર રોક લગાવવી જાેઈએ. આ સાથે જ જાે કોઈ નવી એફઆઈઆર તે નિવેદનને લઈને થાય તો તેના ઉપર પણ કોર્ટે રોક લગાવી જાેઈએ. આગળ કહેવાયું છે કે કોઈ પણ ધરપકડ કે અટકાયતમાં રાખવાની કાર્યવાહી ન થાય. કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ મૌલિક અધિકારોનો રક્ષક છે અને આથી નુપુરની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવેનુપુર શર્માની અરજી પર સુનાવમી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. નુપુર શર્માની ધરપકડ પર ૧૦ ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે. તે જ દિવસે કેસની આગામી સુનાવણી થશે. કોર્ટે કહ્યું છે કે કોઈ દંડાત્મક કાર્યવાહીના પગલાં લેવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો (જ્યાં જ્યાં એફઆઈઆર નોંધાઈ છે તે રાજ્યો) ને નોટિસ પણ પાઠવી છે. કોર્ટમાં નુપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે. ગત આદેશ બાદ કેટલાક મહત્વપૂર્ણ ઘટનાક્રમ થયા છે. જીવનું પણ જાેખમ છે. પાકિસ્તાનથી એક વ્યક્તિ આવી તેવા પણ અહેવાલ છે. પટણામાં તે વ્યક્તિને અટકાયતમાં લેવાયો છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *