હરિયાણા
હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે. એવું કહેવાય છે કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને તવાડુના પહાડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનની સૂચના મળી હતી અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. સવારે ૧૧ વાગે તેમને ખનની જાણકારી મળી હતી. ત્યારબાદ સાડા અગિયાર વાગે તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જાેઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન ડીએસપીને કચડી નાખ્યા. હરિયાણાના ખનન મંત્રી મૂળચંદ શર્માએ કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ખનની મંજૂરી નથી. પોલીસ આરોપીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટના બાદ ભારે સંખ્યામાં પોલીસફોર્સ ઘટનાસ્થળે પહોંચી છે. નોંધનીય છે કે ડીએસપીની હત્યા બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે અને દોષિતોને પકડવા માટે કાર્યવાહી તેજ કરાઈ છે.ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો.
