Gujarat

પીપરોળ ગામેથી દારૂની મહેફિલ માણતા ૬ લોકો ઝડપાયા

ધરમપુર
ધરમપુર પોલીસે પીપરોળ ગામેથી દારૂની મહેફિલ માણી રહેલા છ ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે આ રેઇડમાં વ્હિસ્કીની અર્ધી પા ભાગની બે બાટલી, પાણીનો બુલો, છ મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા ૧૦,૩૦,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધરમપુર પીએસઆઈ એન.સી.સગર નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બન્યા હોવાથી પંગારબારી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે પીપરોળ ગામે વરસાદી દેવ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં રેઇડ કરી હતી. જ્યા દારૂ વ્હિસ્કી પી મહેફિલ માણી રહેલા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુરુ હળપતી રહે. વટાર, મયુર હળપતી રહે.વટાર, વિશાલ પટેલ રહે. છરવાડા, તુપલ પટેલ રહે. મોટા વાઘછીપા, અજય પટેલ રહે. બલીઠા, મિલન પટેલ રહે. ખડકીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.છેલ્લા એક સપ્તાહથી જિલ્લાની પોલીસે દારૂની મહેફીલ માણનારાઓ સામે લાલ આંખ કરી છે.થોડા દિવસો પહેલા ન્ઝ્રમ્ની ટીમે કાંજણ હરી ગામમાં વરસાદના વધામણા કરવા માટે આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત ૪૧ શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. જે બાદ વલસાડ રૂલર પોલીસની ટીમે વેલવાછ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત ૨૭ શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડયા હતા. હવે ધરમપુરના પીપરોણ ગામથી દારૂની મહેફિલ માણતા વાપી તાલુકાના ૬ ઇસમ ઝડપાયા છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *