Gujarat

અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને ઉદારતાપૂર્વક સહાય કરો  કૃષિમંત્રી: રાઘવજીભાઇ પટેલ 

છોટાઉદેપુર ખાતે મંત્રી રાઘવજીભાઇ પટેલે
અતિવૃષ્ટિથી થયેલ નુકસાન, સર્વે અને ચુકવણાની સમીક્ષા કરી
છોટાઉદેપુર જિલ્લામાં ગત સમયમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારના ખેડૂતોને ઉદારતાપૂર્વક સહાય કરવામાં આવે એમ, રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી  રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં આયોજીત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધિત કરતા મંત્રી પટેલે વહીવટીતંત્ર દ્વારા અતિવૃષ્ટિ દરમિયાન કરેલી કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા અતિવૃષ્ટિ દરમિયાન કરવામાં આવેલી ઉમદા કામગીરી બદલ હું જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠઉં છું એમ ઉમેરી તેમણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને રૂબરૂ મળી તેમના દુ:ખમાં સહભાગી થવા આવ્યો છું એમ કહી તેમણે પશુપાલન વિભાગની કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, જે જાનવરનો મૃતદેહ મળેલ નથી એવા જાનવરોના માલિકને પણ સહાય મળે એ માટે યોગ્ય રાહે દરખાસ્ત કરીને મોકલી આપવા જણાવ્યું હતું.
બેઠક દરમિયાન તેમણે સૌ અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપી ખાસ કરીને મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ તાકીદે વીજ પુરવઠો પૂર્વવત થાય એવી અને ખાસ કરીને કૃષિ વીજ જોડાણ ઝડપથી કાર્યરત થાય એ માટે તેમણે તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ઉપપ્રમુખ રમણભાઇ, કારોબારી ચેરમેન ઉમેશભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
ભારે વરસાદ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ માહિતી આપી હતી.
તેમણે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કરવામાં આવેલું લોકોનું સ્થળાંતર, રેસક્યુ જેવી બાબતો અંગે મંત્રીને વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે વહીવવટીતંત્ર દ્વારા ચુકવવામાં આવેલી કેશડોલની માહિતી જણાવ્યું હતું કે, ૨૭૪૯ કુંટુંબોને રૂા. ૨૬,૮૮,૭૩૧ની સહાય, ઘરવખરી સહાય પેઠે ૫૦૧૯ને રૂા. ૧,૪૫,૪૨,૭૦૦ની રકમ ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મકાન સહાય પેઠે ચૂકવામાં આવેલી રકમની માહિતી આપતા કહ્યું હતું કે, ભારે વરસાદ નુકસાનગ્રસ્ત થયેલા મકાનોની મકાન સહાય પેઠે રૂા. ૨૩,૪૧,૨૦૦ની સહાય તેમજ પશુ મૃત્યુ સહાય પેઠે રૂા. ૧૭.૧૧ કરોડની ચૂકવણી તથા માનવ મૃત્યુ સહાય પેઠે રૂા. ૧૨ લાખની ચૂકવણી કરવામાં આવી હોવાની માહિતી તેમણે મંત્રીને આપી હતી.
  બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક જી.એમ.બોરડ, પ્રાંત ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ, નાયબ બાગાયત નિયામક પરમાર, નાયબ પશુપાલન નિયામક ડૉ. વિક્રાંત ગરાસીયા, કાર્યપાલક ઇજનેર એ.આર.રાઠવા, વાસ્મો યુનિટ મેનેજર અજયભાઇ ચૌધરી, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કમલેશ બારિયા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20-07-2022_-samiksha-bethak-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *