Gujarat

નર્મદા જિલ્લા સહાયક નિરીક્ષક ૧ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા

નર્મદા
કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-૨૦૨૧ સુધી રહેલા સરપંચને તેઓની પંચાયતનું સને ૨૦૧૭-૧૮ ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હતું. જેથી નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠકે એમને ફોન કરી તે વર્ષના ઓડીટ કરી કોઇ ભુલ ન કાઢવા માટે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. એ રકમ સરપંચે ઓછી કરવાની જણાવતા રકઝકના અંતે રુ.૧,૦૦,૦૦૦ લેવાના નક્કી કર્યા હતા. જે લાંચની રકમ સરપંચ આપવા માંગતા ન હતા, જેથી એમણ એ.સી.બી.માં ફરીયાદ કરી હતી. ફરિયાદના આધારે ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લા એ.સી.બી ઇન્ચાર્જ પીઆઇ એસ.વી.વસાવા સહિત અન્ય લોકોની ઉપસ્થિતિમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠક રૂ.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી, ગરુડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.નર્મદા જિલ્લા એ.સી.બી દ્વારા નર્મદા જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરીના નાયબ ઓડીટર ૧ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડાયા છે. ફરિયાદી જાગૃત નાગરિકને ફોન કરી નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠકે વર્ષના ઓડિટ કરી કોઈ ભૂલ ના કાઢવા માટે ૧,૫૦,૦૦૦ માગ્યા હતા, અંતે રકઝક કરતા ૧ લાખની માંગણી કરી હતી. નર્મદા એ.સી.બીએ ભરતભાઈ હસમુખભાઈ પાઠકને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *