વલસાડ
વલસાડ શહેરને અડીને આવેલા શેઠિયા નગરમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહેતો રહેતો જયનેશ ભીખુભાઇ સુનેકર બાપ્સ શાળામાં ધો.૯માં અભ્યાસ કરતો હતો. જયનેશને ફ્રી ફાયર ગેમ રમવાની લત લાગી ગઈ ગત. તાજેતરમાં વલસાડ શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતો ત્યારે ૭ દિવસ શાળાઓ બંધ રહી હતી. તે સમય દરમ્યાન સૌથી વધુ સમય મોબાઈલમાં ફી ફાયર ગેમ રામવામાં કાઢતો હતો. શાળાઓ ઓફલાઇન શરૂ થઈ હતી. ત્યારથી કોઈને કોઈ બહાને શાળાએ જવાનું ટાળી દેતો હતો. જયનેશ શાળાએ જવાની આનાકાની કરવા લાગ્યો હતો. તેની માતાએ જયનેશને કડક શબ્દોમાં શાળાએ જવાની સૂચના આપવા જયનેશને મનદુઃખ થતા ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો અને અગ્રણીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ૧૦૮ની ટીમને થતા ૧૦૮ની ઈએમટી માનસી પટેલ અને પાયલોટ કેતન આહિરે તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત જયનેશને માનસી પટેલે પ્રથમીમ સારવાર આપીને હોસ્પિટલ સુધી શ્વાસ ચાલુ રાખવી પહોંચાડ્યો હતો. જયનેશને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વલસાડ શહેર નજીક આવેલા શેઠિયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહીને અભ્યાસ કરતા અને અબ્રામા બાપ્સ સ્કૂલ ખાતે ધો.૯માં અભ્યાસ કરતો હતો. ગત સોમવારથી વિદ્યાર્થી શાળાએ જવાનું છોડીને ફ્રી ફાયર ગેમની લતે ચઢી ગયો હતો. માતાએ તેમના દીકરાને જબરજસ્તી શાળાએ જવાનું જણાવતા વિદ્યાર્થીને મનદુઃખ થતા ત્રીજા મળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. ૧૦૮ મારફતે નજીકની હોસ્પિતલમાં ખસેયો હતો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્ય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

