National

કર્ણાટકમાં ટોલ પ્લાઝા પર પુરપાટ એમ્બ્યુલન્સ પલટી જતાં ૪ના મોત

કર્ણાટક
કર્ણાટકના ઉડુપ્પીના ટોલ પ્લાઝા પર પૂરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માતના વીડિયોએ હચમચાવી નાખ્યા. જે સ્પીડથી એમ્બ્યુલન્સ આવી અને અચાનક ટોલ પ્લાઝા સાથે ટકરાઈ તેના કારણે એવા પણ સવાલ ઉઠ્‌યા કે એકદમ સૂમસામ રસ્તા પર એમ્બ્યુલન્સે કેમ અચાનક બ્રેક મારવી પડી અને આવો ગંભીર અકસ્માત સર્જાઈ ગયો? હવે એક બીજાે વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જાેવા મળી રહ્યું છે કે આખરે એમ્બ્યુલન્સે કેમ બ્રેક મારવી પડી અને આ અકસ્માત થયો. જ્યારે અકસ્માતના અહેવાલ આવ્યા ત્યારે બધાને એમ લાગ્યું કે એમ્બ્યુલન્સની બેકાબૂ ઝડપ અને પછી વરસાદના કારણે ચીકણી થઈ ગયેલી જમીનના લીધે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. પરંતુ અન્ય એક વીડિયોથી જે કારણ સામે આવી રહ્યું છે તે છે ત્યાં બેઠેલી ગાય. બીજા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે ટોલ પ્લાઝા પાસે ગાય બેઠી હતી. અચાનક ગાય સામે આવી જતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ગાયને બચાવવા માટે દૂરથી બ્રેક મારી હોવી જાેઈએ અને આ રીતે બ્રેક વાગતા સ્પીડમાં આવી રહેલી એમ્બ્યુલન્સ કાબૂ બહાર થઈ અને ટોલ પ્લાઝા સાથે અથડાઈ. અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે ઉત્તર કન્નડ જિલ્લાના હોન્નાવરા લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સને જાેતા ટોલ પ્લાઝા પર તૈનાત કર્મચારીઓ ત્યા લાગેલા સ્ટોપર હટાવવામાં લાગી ગયા હતા. પરંતુ અચાનક એમ્બ્યુલન્સ પલટી ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, દર્દી સાથેની એક વ્યક્તિ, મેડિકલ સ્ટાફ અને એક ટોલ કર્મચારી સામેલ છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *