Gujarat

નદીમાંથી પ્રેમી પંખીડાના હાથ પર દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યાં

દીવડા કોલોની,
કડાણા તાલુકાના ઘોડિયાર પુલ ઉપરથી બિનવારસી હાલતમાં બાઇક અને ચંપલ મળી આવ્યા હતા. જેથી પોલીસને કોઈએ નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકા જતા કડાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ડીંડોર દ્વારા મંગળવારે વહેલી સવારથી સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરતું ભાળ ન મળતા એસડીઆરએફ ગોધરાની ટીમને મદદ લેવાઇ હતી. જેમા કોઈ સફળતા મળી ન હતી. એસડીઆરએફ દ્વારા પુનઃ શોધખોળ આરંભાતા યુવક અને યુવતીની ઓઢણી બાંધેલી હાલતમાં મૃતદેહો મળતા એસડીઆરએફ ગોધરા ટીમને સફળતા મળી હતી સાથે પોલીસ દ્વારા લગાવેલ અનુમાન હકીકતમાં ફેરવાઇ ગઇ હતી. જ્યારે બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ બાઇક નંબર ઉપરથી યુવક અને યુવતીના પરિવારને જાણ કરી મૃતદેહોની ઓળખ માટે કડાણા ખાતે બોલાવતા લુણાવાડા તાલુકાના ગાભલાવાડાના હોવાનું જાણવા મળ્યું હતું. જેમા યુવકનું નામ સુનીલકુમાર ઉદાભાઈ ખાંટ ઉ.૨૧ અને યુવતીનું નામ જલપાબેન વિનુભાઈ બારીયા. ઉ.૧૯ હોવાનું જાણવા મળ્યું હર્તુ જ્યારે નદીમાંથી મળેલ યુવક-યુવતીના મૃતદેહોના હાથ અને કમર ઓઢણીથી એકબીજા સાથે બાંધેલા હોવાથી પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરી મૃતદેહોને કડાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પી.એમ. બાદ યુવક અને યુવતીના મૃતદેહો તેમના પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.મહીસાગર નદી કિનારેથી હાથ અને કમરે ઓઢણીથી બાંધેલી હાલતમાં યુવક-યુવતીના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે નદીમાંથી મૃતદેહો મળ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોક ટોળા ઉમટી પડ્યા હતા. બચાવ ટીમે નદીમાં શોધખોળ કરતાં ૨૪ કલાક બાદ પ્રમેપંખીડાઓના ઓઢણીથી બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *