ગઢડાની ધટનાને લઇ માણાવદરમાં ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
ગઢડામાં થોડા દિવસ પૂર્વ ડીવાયએસપીએ મંદિર ના ચેરમેનનો કાંઠલો પકડી સ્વામીને અપશબ્દો બોલવાના બનાવના વિરોધમાં માણાવદર ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી ડીવાયએસપી ને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી
થોડા દિવસ પૂર્વે ગઢડામાં ડીવાયએસપી નકુમ દ્વારા મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતનો કાંઠલો પકડી તેમને બહાર કાઢેલ અને ત્યાં ઉપસ્થિત સ્વામીને અપશબ્દો બોલ્યા હતા આ બાનાવનો સ્વામી નારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. અને ડીવાયએસપી ની આ હરકતને હરિભક્તોએ નિંદનિય અને દંડનીય ગણાવી રહયા છે. માણાવદર ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તો દ્વારા આ ધટનાથી હિન્દુ ધર્મ ની લાગણી દુભાય હોવાનું જણાવી હરિભક્તો દ્વારા નવા ચેરમેન અને સ્વામી સાથે ગેરવર્તન કરનાર ડીવાયએસપી ને સરકાર તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવું મામલતદાર ને આવેદનપત્ર આપી માંગ કરી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ રાજુભાઈ રતનપરા, વિનુભાઈ જેઠવા, દિલીપભાઇ મારડીયા, કનુભાઈ જાની, અલ્કેશભાઇ ચાંદેગરા વગેરે હરિભક્તો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા
