Gujarat

ધો.૧૦, ૧૨, સ્નાતક, આઇ.ટી.આઇ, ડીપ્લો અને સ્નાતક પાસ કક્ષાની લાયકાત ધરાવતા  યુવાઓ ભાગ લઈ શકશે

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૨૫, ૨૬ અને ૨૮ ના રોજ વિવિધ ત્રણ સ્થળો પર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

        જેમાં તા.૨૫ જુલાઇના સવારે ૧૦-૩૦ કલાકે બહાઉદ્દીન આર્ટસ કોલેજ ખાતે ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો માટે તા.૨૬ જુલાઇના સવારે ૧૦-૩૦ કલાકે બીલખા રોડ પોલીટેકનીકલ કોલેજ ખાતે જેમાં ૧૮ થી ૪૫ વર્ષના ઉમેદવારો માટે અને તા.૨૮ જુલાઇના સ્કિલ અપડેગ્રસન સેન્ટર, ક્રિએટીવ કાસ્ટીંગની બાજુમાં, જી.આઇ.ડી.સી-૨, રીલાયન્સ પેટ્રોલ પંપની સામેનો રોડ, દોલતપરા ખાતે ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પોતાના તમામ અસલ સર્ટિફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા (આધાર કાર્ડ પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે અને સમય સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે .

વધુમાં જો ઉમેદવારોએ અનુબંધમ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો WWW.anubandham.gujarat.gov.in પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવાની રહેશે.

        આ ભરતી મેળામાં ધોરણ- ૧૦, ૧૨, સ્નાતક તથા આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં પાસ હોવાની લાયકાત ધરાવતા તેમજ વય ૧૮ થી ૪૫ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે.  નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર ન રહેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *