જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બોસ્કેટ બોલમાં આગળ વધવા માટે ભાઈઓ બહેનો માટે તા.૨૪-૦૭-૨૦૨૨ના રોજ હાઈટ હંટનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, જૂનાગઢ જિલ્લા-શહેરના ભાઈઓ-બહેનોને ઘરઆંગણે બાસ્કેટ બોલ રમતમાં આગળ વધવા માટે તક મળશે.
આ હાઈટ હંટમાં ૧૨ થી ૧૮ વર્ષ સુધીનો ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. જેમાં ઉંમર મુજબ બહેનોની ઉંચાઈ ૧૬૩ થી ૧૭૮ સે.મી. રહેશે. તેમજ ભાઈઓની ૧૬૮ થી ૧૯૨ સે.મી. ઉંચાઈ હોવી જોઈએ.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ. અને એકેડેમીમાં બાસ્કોટ બોલ રમતના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે વય અને ઉંચાઈ અને મર્યાદમાં તા.૨૪ જૂલાઈના સવારે ૦૯ કલાકે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ જૂનાગઢ હાજર રહેવાનુ રહેશે. વધુ માહિતી માટે યશવંતભાઈ ડોડીયાના મો. ૭૪૮૬૯૨૯૪૬૯ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
