Delhi

બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના નિવેદન પર વિરોધ કર્યો

નવીદિલ્હી
જગદીશ ઠાકોરે તાજેતરમાં લઘુમતી સમુદાયો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા લઘુમતીઓને ટેકોઆપ્યો છે અને સત્તામાં હોય કે ન હોય તેની વિચારધારા ક્યારેય બદલી નથી. તેમણે કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે દેશમાં થઈ રહેલાસાંપ્રદાયિક રમખાણો પાછળ કોણ જવાબદાર છે અને તેઓને તેનો કેટલો ફાયદો ઉઠાવ્યો છે. આપણે જાણીએ છીએ અને હજુ પણ તેનો ભોગબનીએ છીએ. આપણે તેમની જાળમાં ન ફસાઈએ તેની કાળજી રાખવી જાેઈએ. જગદીશ ઠાકોરે પાર્ટીના રાજ્ય લઘુમતી વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના એક વડાપ્રધાન વિશ્વાસ સાથેકહેતા હતા કે, દેશની સંપત્તિ પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે. કોંગ્રેસ જાણે છે કે, આવું કહેવાથી પાર્ટીને કેટલું નુકસાન થયું છે, પરંતુકોંગ્રેસ હજૂ પણ તેમની વિચારધારા સાથે સમાધાન કરશે નહીં. શહજાદ પૂનાવાલાએ જગદીશ ઠાકોરના નિવેદન પર પ્રહારો કર્યા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ જગદીશ ઠાકોરના નિવેદન પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ નેતાના ભાષણનો વીડિયોટિ્‌વટર પર શેર કર્યો અને કહ્યું, આ અભિપ્રાય અને કાર્યનો તફાવત છે.ભાજપ અને વડાપ્રધાન મોદી માટે દેશના સંસાધનો પર ગરીબોનોપ્રથમ અધિકાર છે. જ્યારે કોંગ્રેસ માટે – તિજાેરી/સંસાધન પર પ્રથમ અધિકાર સમુદાયનો છેબજરંગ દળના કાર્યકરોએ ગુરુવારની મોડી રાત્રે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો. બજરંગ દળે પાર્ટી કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરી દીધું હતું. બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા અને સ્ટીકરો અને રંગો સાથે નામ બદલ્યું. બજરંગ દળના કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસનું સ્ટીકર-પોસ્ટર પણ લગાવ્યું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓએ આ પગલું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન બાદ ઉઠાવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *