ગુજરાત વકફ બોર્ડ માં ભ્રષ્ટાચાર નો અજગરી ભરડો : મુસ્લિમ અગ્રણીઓનું ભેદી મૌન :
વક્ફ ટ્રીબ્યુનલ કોર્ટ એ આપ્યો ઐતિહાસીક ચુકાદો : વક્ફ બોર્ડ ના ભ્રષ્ટાચારી તત્વોને ખુલ્લા કરવા વક્ફ હિત રક્ષક સમીતી મેદાને : રાજ્ય સરકારને કરાશે રજૂઆત
વંથલી : ગુજરાત રાજ્ય માં લઘુમતી સમાજ ની મસ્જીદ મદ્રસાઓ , કબ્રસ્તાન અને ખાનકાહો જેવી ધાર્મીક સંસ્થાઓ ના ટ્રસ્ટો ની દેખ રેખ રાખવા વકફ બોર્ડ અસ્તીત્વ માં આવ્યું પરંતુ ખાટલે મોટી ખોટ કે લઘુમતી સમાજની સરળતા ખાતર બનાવવામાં આવેલ વક્ફ બોર્ડ માં ભ્રષ્ટાચાર નો ભોરિંગ ફેલાયો છે.
વધુમાં પ્રાપ્ત થતી વિગત અનુસાર ભરૂચ ના કરમાડ વિસ્તાર ની અંદાજીત બે કરોડની મિલકત વકફ ના પદાધિકારીઓની મીઠી નઝર અને મીલીભગત થકી બે લાખ માં વેંચી મારવાના ષડયંત્ર નો પર્દાફાસ થયો છે. વકફ ટ્રીબ્યુનલ કોર્ટ એ આપેલ ઐતિહાસીક ચુકાદાને આવકારતા વકફ હિત રક્ષક સમીતી ના યુવા અગ્રણી ઈરફાનશાહ સુહરાવર્દી એ જણાવ્યું છે કે વકફ બોર્ડ ના ભ્રસ્ટાચારી મંડળી એ રાજ્ય માં અનેક જગ્યાએ કાળા કારસ્તાનો આચરેલ છે. વકફ ની મિલકત એ ઈશ્વરની મિલકત હોય તેની રક્ષા કરવાને બદલે લાખો કરોડો રૂપિયા ની અનેક મિલ્કતો વેચી મારવાનું કારસ્તાન કર્યું છે. આ ભ્રષ્ટાચારી ટોળકીને ખુલ્લી પાડવાને બદલે રાજ્ય ના વરિષ્ઠ મુસ્લીમ અગ્રણીઓ અને ત્રણ ત્રણ મુસ્લીમ ધારાસભ્યોનું ભેદી મૌન સમગ્ર લઘુમતી સમાજને અકળાવી રહ્યું છે
વધુમાં મુસ્લીમ અગ્રણી ઈરફાનશાહ એ આક્રોશપૂર્વક જણાવ્યું છે કે , રાજ્ય ની કોઈ પણ ધાર્મિક સંસ્થામાં ટ્રષ્ટીઓ વચ્ચે અથવા દરગાહ ના સેવકો વચ્ચે મતભેદ ઉભો થાય કે કોઈ વિવાદ ઉદ્દભવે તેવા સંજોગો માં વકફ ના પદાધીકારીઓ દ્વારા સુલેહ- સમાધાન કરાવવાને બદલે રાતોરાત ફેરફાર રિપોર્ટ મંજુર કરી તક નો લાભ લઇ પોતાના મળતિયાઓને વહીવટદાર તરીકે ધરાર ઠોકી બેસાડવામાં આવે છે
૧૯૯૫ પછી અનેક મલાઈદાર ટ્રસ્ટો માં વકફ ના માનીતા ટ્રસ્ટીઓ બિરાજમાન થઇ ગયા છે અને હકદારો તડપી રહ્યા છે. વકફ બોર્ડ નો ભ્રસ્ટાચાર છતો ન થાય તે માટે કર્મચારીઓ પણ મળતીયાઓ જ રાખવામાં આવી રહ્યા છે જી.પી.એસ.સી. થ્રુ અથવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફત ભરતી કરવાને બદલે સગાવાદ કરી મામા માસી ના ની પસંદગી કરવામાં આવી રહી છે
વધુ માં ઈરફાનશાહ એ માહિતી આપતા જણાવ્યું છે કે ભૂતકાળ માં વકફ બોર્ડ માં ૨૦૦ કરોડના ભ્રસ્ટાચાર થકી ચર્ચાસ્પદ બની હતી ત્યારે ફરી એકવાર ભ્રસ્ટાચારીઓ એ પોતાનું પોત પ્રકાશ્યું છે. લઘુમતી સમાજની સરળતા ખાતર બનાવવામાં આવેલ વકફ બોર્ડ માં ભ્રસ્ટાચાર વગર કામ થતું જ નથી તો વક્ફબોર્ડ નું કામ શુ છે ??? વકફ બોર્ડ ને અલીગઢી તાળા મારી પોત પોતાના જિલ્લામાં ચેરીટી કમિશનર ને હવાલો સોંપી દેવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે. કારણ કે વકફ બોર્ડ ના પદાધિકારીઓ દ્વારા કાયદાઓ નું છડેચોક ઉલ્લંઘન કરી રાજ્ય સરકારની પ્રતિષ્ઠા ને ઝાંખપ લાગે તેવી જ પ્રવૃર્તીઓ કરવામાં આવી રહી છે.તાજેતરમાં જ ચેરમેન દ્વારા અમદાવાદ ની એક સંસ્થા નો કબજો મેળવવા વિવાદ સર્જાયો હતો અને સમગ્ર ઘટના છાપે ચડી હતી,જે ચેરમેન પોતાની જ્ઞાતિ નું ભલું ના કરી શકે તે લઘુમતી સમાજ નું શુ ભલું કરી શકવાનો હતો…??? તેવા સવાલો ઉદ્દભવી રહ્યા છે ત્યારે
વકફ બોર્ડ ના સભ્યોને તાત્કાલિક દૂર કરવા માંગણી કરતા અંતમાં જાગૃત મુસ્લીમ અગ્રણી ઈરફાનશાહ એ જણાવ્યું છે કે વકફ ના પદાધિકારીઓ ની કોઈ ફરિયાદ હોય તો અથવા ભ્રષ્ટાચાર નો ભોગ બન્યા હોય તો ૯૮૨૪૬ ૨૩૭૮૬ – ૯૮૯૮૧ ૭૪૭૯૧ ઉપર માહિતી આપવા અનુરોધ કરાયો છે રાજ્યની તમામ માહિતીઓ – પુરાવાઓ એકત્રિત કરી વકફ હિત રક્ષક સમીતી ના બેનર તળે પ્રતિનિધી મંડળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની મુલાકાત લઇ ધારદાર રજુઆતો કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છ


