ડભોઇ તાઈ
હુસેન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ, વડોદરા, ભરૂચના મહેદવિયા સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટ માં મહેદવિયા સમાજની કુલ 22 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટ નો હેતુ સમાજમાં એકતા રહે અને સમાજના યુવાઓ આવનારા સમયમાં સમાજ માટે તેમજ સામાજિક કાર્ય માટે એકબીજાને મદદ રૂપ રહે તે માટે સમસ્ત મહેદવિયા સમાજના યુવાઓ ક્રિકેટ મેચ થકી ટુર્નામેન્ટનું આયોજન કરતા તમામ શહેરમાંથી મહેદવિયા સમાજના યુવાઓ એ હાજર રહી ટુર્નામેન્ટમાં ભાગ લઇ આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. ડભોઇ મહેદવિયા સમાજ દ્વારા આયોજિત મર્હુમ દિલવાર હુસેન ટ્રોફીનું આયોજન યાસીનભાઈ સૈયદ, ઇમરાનભાઈ કબાડ, સોકતભાઈ બાબુજી, સાહિલ લાકડાવાળા તેમજ સોકતભાઈ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું.
