Uncategorized

ધનાળા ગામે પાંચ ખુટિયાને અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ પીવડાવીને મોત નિપજાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ

ધનાળા ગામે પાંચ ખુટિયાને અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ પીવડાવીને મોત નિપજાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ

હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખુટીયો અને અબોલ જીવોને શિક્ષણ હથિયાર વડે હુમલા અને એસિડ બનાવો વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના નવા ધનાળા ગામ બન્યો હતો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ૫૦૦ થી આવો ને ઝેરી દવા પીવડાવીને મોત થયાની આશંકા લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે પોલીસ દ્વારા આવા શખ્સો જાણે શખ્સોને ઝડપી પાડવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર ખુટીયા ઓને તિક્ષણ હથિયાર વડે અને એસિડ‌ ફેંકીને હુમલા કરવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ અનેકવાર પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે‌ કોઈ અજાણ્યા શખ્સો ઝેરી દવા પીવડાવીને ની આશંકા થી ૫ ખુટિયા નુ મોત નિપજતા ગામમા અરેરાટી વ્યાપી જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે સીમમાં પહેલા એક ખુટિયા નુ મોત થયું હતું ત્યારે થોડીવારમાં બીજા ચાર ખુટીયા નું મોત નિપજયુ હતુ આમ ગામલોકો ખુટિયા‌ના મોતના સમાચાર સાંભળીને ગામલોકો ધનાળા ગામની સીમમાં દોડી ગયા હતા પરંતુ આ ખુટિયાઓ‌ને કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા પીવડાવી ને મોત કરેલ છે ત્યારે પોલીસ દ્વારા તપાસ કરે તેવી જીવદયા પ્રેમીની માંગ ઉઠવા પામી છે.
આ અંગે હળવદના ગૌસેવક તપનભાઈ દવે ભાવેશ ભાઈ ઠક્કર જણાવ્યા પ્રમાણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર અબોલ જીવ ઉપર કોઇ અજાણ્યા શખ્શો હુમલા કરતા હોય છે અને ધનાળા ગામેએ ૫ જેટલા ખુટીયાઓને કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા પીવડાવી હોવાના કારણે મોત નિપજીયા છે ત્યારે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરે અને અજાણ્યા શખ્સોને ઝડપી લઈ ને કડક માં કડક કાયદેસરની કાર્યવાહી કરે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *