Gujarat

વેરાવળ માં સંગીત નો ભવ્ય કાર્યક્રમ યોજાયો સંગીત પ્રેમીઓ ઉમટી પડયા

 ગિરગઢડા
ભરત ગંગદેવ
વેરાવળ માં રવિવાર ની રાત્રે ભવ્ય સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો તે માં સ્થાનીક ૧૨ કલાકારોને જુના નવા ગીતો રજુ કરી સંગીત પ્રેમીઓ ને ડોલાવી દીધેલ હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉમટી પડેલ હતા . વેરાવળ લોહાણા મહાજન વાડી સટા બજાર માં ગીર સોમનાથ મીડીયા ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા સ્થાનીક કલાકારોને આગળ લાવવા માટે સંગીત એકેડમી ના કીર્તીબેન અખોયા ના કલાકારો દ્વારા ભવ્યસંગીત નો કાર્યક્રમ યોજાયો હતો ૩ કલાક સુધી ૧૨ કલાકોરોએ જુના નવા ગીતો રજુ કરી સંગીત પ્રેમીઓને ડોલાવી દીધેલહતા સ્થાનીક કલાકારોને પ્રેરણા આપતા કીર્તીબેન અખીયા દ્વારા સંગીત નું જ્ઞાન આપી કલાક્ષેત્રે લાવેલ હતા આ કાર્યક્રમ માં ધારાસભ્ય વિમલ ચુડાસમા , આમ આદમી પાર્ટી ના જગમાલ વાળા સહીત શહેર ના જ્ઞાતિઓના પ્રમુખો , સંસ્થાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉમટી પડેલ હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અંકીત અપારનાથી , વિવેક દવે એ સંભાળેલ હતું .
Attachments area

IMG-20220725-WA0750.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *