સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ ૮મા અને ૯મા ધોરણના વિદ્યાર્થી માટે બે વર્ષનો કાર્યક્રમ છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને આપણા લોકશાહી સમાજના જવાબદાર અને સક્ષમ નાગરિકો તરીકે વિકસાવવાનો છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં તાલુકા દીઠ બે સરકારી શાળાઓની પસંદગી કરવામાં આવે છે જેના અંતર્ગત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પ્રોજેક્ટ કાર્યરત છે.જેમાં વિધાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને ડ્રેસ પણ આપવામાં આવે છે. જેમાં સાવરકુંડલા તાલુકામાં આ પ્રોજેકટ હેઠળ પે.સેન્ટર શાળા નંબર ૧ અને બ્રાન્ચ શાળા નંબર ૪ ની પસંદગી થયેલ છે જેના અનુસંધાને આજરોજ તારીખ ૨૫/ ૭ /૨૦૨૨ના રોજ આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ.
જેમાં વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો તેમજ તેની કામગીરી સમજૂતી આપવામાં આવેલ જેમકે પી.એસ. ઓ ટેબલ લોકઅપરૂમ , પી.આઈ સાહેબની ચેમ્બર, વાયરલેસ રૂમ ,એકાઉન્ટ રૂમ, એલ.આઈ.બી શાખા ,ક્રાઇમ શાખા વિગેરેની માહિતી આપેલ.
આ ઉપરાંત સાવરકુંડલા તાલુકાના જાબાજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે. જે. ચૌધરી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી વિશે સમજણ આપેલ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપેલ. સાહેબ શ્રી દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઘણી બધી પ્રશ્નોત્તરી કરેલ,બાળકોનું જ્ઞાન તપાસેલ મોટાભાગના વિદ્યાર્થીઓએ મોટા થઈને પોલીસ બનવાની ઈચ્છા દર્શાવી ત્યારે સાહેબ શ્રી દ્વારા રાજીપો વ્યક્ત કરેલ
આ ઉપરાંત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ સાહેબ શ્રી ડી.કે વાઘેલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપેલ તેમજ ટ્રેનિંગ ઇન્સ્પેક્ટર કિરણ બોરીચા તેમજ મહેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે હથિયારોનું પ્રદર્શન રાખેલ જેમાં AK47 ગન, પ્રીસ્ટલ ગન ,હેન્ડગ્રેનેડ,અશરુવાયા ગેસ ગન,જેવા હથિયારો દેખાડેલ અને તેને ચલાવવાની પદ્ધતિ વિષે માહિતગાર કરેલ તેમજ કાર્યક્રમના અંતે સાવરકુંડલા પોલીસ સ્ટેશન દ્વારા બાળકોને નાસ્તો કરવામાં આવેલ પોલીસ સ્ટેશનની મુલાકાત સફળ બનાવવા માટે પે.સેન્ટર શાળા નંબર એક ના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ, શિક્ષક શ્રી હિતેશભાઈ જોશી શાળા નંબર ૪ ના શિક્ષક વર્ષાબેન કોઠીયા તેમજ રાજુભાઈ( ગૃહપતિ મુરલીધર છાત્રાલય) દ્વારા જહેમત ઉઠાવેલ

