Uncategorized

જામનગરમાં આંશિક રાહત બાદ રવિવારે શિયાળાએ ફરી આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે ગગડ્યું હતું અને

જામનગરમાં આંશિક રાહત બાદ રવિવારે શિયાળાએ ફરી આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે ગગડ્યું હતું અને પારો ૧૨ ડીગ્રીએ પહોંચી જતા કડકડતી ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયું હતું. શહેરમાં રાત્રીના પગરવ સાથે જ સતત ધમધમતા માર્ગો પર ચહલ પહલ નહિવત જોવા મળી હતી. જ્યારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી છે. જામનગર સહિત હાલારમાં ગત સપ્તાહના પ્રારંભથી ઠંડીએ વેગ પકડયો હતો.

સતત ત્રણ દિવસ સુધી તિવ્ર ઠંડી બાદ ગત શનિવારે લોકોએ ઠંડીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો. જોકે, જામનગરમાં રવિવારે લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે સરકી ગયુ હતું જેના પગલે ફરી કકડકડતી ઠંડીનો દૌર શરૂ થયો છે. ખાસ કરી ભેજના ઉંચા પ્રમાણના કારણે તિવ્ર ઠંડી સાથે બેઠા ઠારનો અહેસાસ પણ લોકોએ કર્યો હતો.
બીજી બાજુ ભેજનું પ્રમાણ ૭૦ ટકાએ પહોચતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયુ હતુ અને સાથો સાથ ઝાકળ વર્ષા થઇ હતી. ઉતર ભારતમાં હિમ વર્ષાના કારણે જામનગર સહિત રાજયભરમાં કોલ્ડ વેવની રહેશે. આગામી દિવસોમાં હજુ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જામનગરમાં રવિવારે રજાના દિવસે પણ કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયુ હતું. ખાસ કરી રાત્રીના પ્રારંભ સાથે જ ધમધમતા માર્ગો પર અવર જવર નહીવત જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *