ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ગ્રામ પંચાયત ના કામોની તપાસ નો ધમધમટ શરૂ થયો….
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ગ્રામ પંચાયત દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેને લઇ જાગૃત નાગરિક દ્વારા જે તપાસની માંગ કરાઈ હતી…
ખાખબાઈ ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર ની તપાસ નો ધમધમતા શરૂ થયો હતો ગામની અંદર આવેલ સી. સી. રોડ છ મહીના પહેલા જે બનાવવા મા આવ્યો હતો તે રોડના વિરોધ મા ગામના લોકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી…
તે રોડની તપાસ શરૂ થતાં ગામ લોકો ને ટુક સમયમાં ન્યાય મળશે એવી ગામના લોકો ની આશાઓ સેવાઈ રહી છે….
તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર ખુલવાની લોકોને આશંકા સેવાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી લોક મૂખે સરસાઈ રહ્યું છે….
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



