*ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના કલાકારો ભાગ લેશે.*
ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૨૫થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું *ઉદ્ઘાટન આદરણીય શ્રી હર્ષ સંઘવી – ગૃહ મંત્રી (રાજ્ય), રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્યના કારકમલદ્વારા કરવામાં આવશે*.
આ પ્રસંગે અતિથ વિશેષ તરીકે મહેમાન શ્રી જાગૃત પટેલ જાણીતા આર્કિટેક્ટ અમદાવાદ તેમજ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (વિશાલા) ગુજરાત આર્ટ સોસાયટી ના અધ્યક્ષ તેમજ વરિષ્ઠ કલાકાર શ્રી વૃંદાવન સોલંકી , ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ના સચિવ શ્રી ટી. આર.દેસાઈ ઉપસ્થિત રહેશે
આ પ્રદર્શન તા ૧ થી ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ પૂરજોશમા થઈ રહી છે. સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ, ખજાનચી ચંદ્રકાંત પ્રજાપતિ સુરત , તેમજ સંવાહક કૃષ્ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર શ્રી મિલન દેસાઈ તેમજ ચિત્રકાર શ્રી મનહર કાપડીયા, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા થઈ રહ્યું છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી કલાકારોને આમંત્રણ આપી આ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં વરિષ્ઠ કલાકારો થી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે
તેમજ વરિષ્ઠ અને આમંત્રિત કલાકાર શ્રી અમિત અંબાલાલ, શ્રી અમૃત પટેલ, શ્રી અનંત મેહતા શ્રી અપૂર્વ દેસાઈ શ્રી અરવિંદ પટેલ શ્રી ભાનુ શાહ, શ્રી ભરત પંચાલ, સુશ્રી ભારતી પ્રજાપતિ શ્રી સી ડી મિસ્ત્રી, શ્રી દેવાંગ વ્યાસ સુશ્રી એસ્થર ડેવિડ, શ્રી નટુ પરીખ શ્રી નટુ મિસ્ત્રી, શ્રી નવિન ઢગત સુશ્રી નયના સોપારકર, શ્રી રતિલાલ કાસોદરિયા સુશ્રી શારદા પટેલ સુશ્રી શ્ચેતા પરિખ શ્રી સુરેન્દ્ર પટેલ શ્રી સુરેશ શેઠ તેમજ વિનોદ રાવલ પણ ઉપસ્થિત રહી પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરશે. તેમજ ગુજરાત તમાજ જીલ્લામાંથી 125 જેટલા સમકાલીન કલાકારોને પોતાના મૈલીક કલા દ્વારા આ વરસાદ વાતાવરણમાં પોતાની કલાથી તરબતર કરશે
ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે. સાંપ્રત સમયમાં સરકારી કલાસંસ્થાઓ મોટા ભાગે બંધ થઈ રહી છે એવા સમયે નિજી કલાસંસ્થાને પ્રોત્સાહન આપી આર્થિક રીતે પછાત યુવા ગુજરાતી કલાકારોને કલાની સાચી દિશા મળે, જેઓ ગુજરાતમાં જ પ્રતિસ્પર્ધી ન રહેતા દેશ અને દુનિયાની સાથે તાલ મિલાવે અને આત્મનિર્ભર બને. આ સંસ્થાએ બહારથી કોઈ આર્થિક સહાય ન લેતા આ સંસ્થા સાથે જોડાયેલા સભ્યો થકી આર્થિક ભંડોળ ઉભુ કરી પોતાની રીતે પગભર કેમ થવુ એ દીશા તરફ આગળ વધી રહી છે. સરકારી સહાય તેમજ સરકારી સંસ્થાઓ નો ઉપયોગ અને આપણા હક તરફ આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે. તે હેતુથી ગુજરાતની કલાસંસ્થાના પ્રતિનિધિ શ્રી કશ્યપ પરીખ, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, શ્રી મનહર કાપડીયા, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ, શ્રી કિશોર નરખડીવાળા, ઇપ્કોવાલા કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગરને સોસાયટીએ પોતાની સાથે સાંકળેલ છે. આ ઉપરાંત ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કલાની મૌલિકતા અને ગુણવત્તા ને ધ્યાનમા લેવામાં આવે છે.
આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. આ એકજ વર્ષમાં ‘ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ’, આંકોલવાડી-ગીર ખાતે પ્રથમ કલા શિબિર પ્રતિનિધિ કલાકારો દ્વારા કરવામાં આવી. જેમા સંસ્થાના નીતિનિયમો અને તેનાં સ્વરૂપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને ત્યાંજ બીજા મેગા આર્ટ કેમ્પ માટે ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારાનુ આમંત્રણ મળ્યું હતું, જેમા ૫૦ જેટલા સમકાલીન વરિષ્ઠ તેમજ યુવા કલાકારો નો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ૫૩ કલાકારો ઉત્સાહભેર જોડાઈ એક સફળ કલા શિબિરનું ઉદાહરણ પુરુ પાડયું હતું. આ મેગા આર્ટ કેમ્પમાં હાજર ૫૩ કલાકારો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ૧ ઓગસ્ટ ૨૦૨૨ના સોસાયટીના સ્થાપના દિને અને ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિત્તે શ્રી રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનનું આયોજન કરવુ.
આ ઉપરાંત સોસાયટીના ૧૨ કલાકાર દ્વારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કર્યું હતું. જેનુ ક્યુરેટીંગ ચિત્રકાર સુશ્રી ગાયત્રી મહેતા દ્વારા કરવામાં આવેલ જેના પ્રીવ્યુના ભાગ રૂપે સુરત ખાતે ‘વિનિતા આર્ટ ગેલેરી’માં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનું ક્યુરેટીંગ શ્રી ઓજસ દેસાઈ તેમજ સુરત ના કલાકાર ચંદ્રકાંત પ્રજાપતિ, નટુ ટંડેલ તેમજ અજીત ભંડેરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રદર્શન માટે ૨૫ કરતા પણ વધારે એન્ટ્રી આવેલ જેમાંથી ૧૨ કલાકારોની પસંદગી ગુજરાત બહારની સિલેક્શન કમિટી દ્વારા પારદર્શિતા સાથે કરવામાં આવી હતી. જેમાં જે. જે. સ્કુલ ઓફ આર્ટના ડીન, બોમ્બે આર્ટ સોસાયટી ના ચેરમેન તેમજ જહાંગીર આર્ટ ગેલેરી ના ચેરમેન મુખ્ય હતાં. આ પ્રદર્શનનુ ઉદ્દઘાટન સુશ્રી ઉર્મિલાબેન કનોરિયા દ્રારા કરવામાં આવ્યું હતું. મુંબઈનું આ પ્રદર્શન ખુબ જ વખાણાયેલ અને તેને સારી સફળતા પણ મળી હતી. પ્રદર્શનનું આયોજન સોસાયટીના અધ્યક્ષશ્રી વૃંદાવન સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આગામી ૧ ઓગસ્ટના રોજ સોસાયટી પોતાનુ એક વર્ષ પુરુ કરશે. સરકારશ્રીના નિયમ ને ધ્યાનમાં લઈ આર્ટ સોસાયટી આગળ “ગુજરાત” નિજી સંસ્થા નામ રાખી નહીં શકીએ તેથી નવું નામ વિચારાધીન હોય પ્રક્રિયા ચાલુ છે. સોસાયટી કોઈ વાડા બંધીમા ન રહેતા ગુજરાતના છેવાડાના કલાકારની સાથે રહેવા તત્પર હોય આ સોસાયટી પોતાના નિતીનિયમો અને સર્વાનુમતે લેવાયેલ નિર્ણયને આધિન કાર્ય કરી રહી છે અને કરશે એટલે આ સોસાયટી દ્વારા લેવાયેલ કોઈ નિર્ણય વ્યક્તિગત નહી રહે.
આઝાદી પહેલા સમાજમાં પ્રસ્થાપિત એક એવી હવા હતી કે ચિત્રકાર એટલે દુકાનનું પાટિયું ચિતરતી વ્યક્તિ. શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ‘વીસમી સદી’ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક ‘કુમાર’ની સ્થાપના કરી હતી. આ ‘કુમાર’ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને ગૌરવ અનુભવતા. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૨૫ થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી અમદાવાદના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ આમ જનતાને હાર્દિક આમંત્રણ છે.
ઉમેશ ક્યાડા
સેક્રેટરી
ગુજરાત આર્ટ સોસાયટી