*દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થનમાં શહીદ થયેલા નાગરીકોને શ્રધ્ધાંજલિ સભાઓ યોજાઇ*
*વિસાવદર તાલુકાના ગામોમાં યોજાયેલ પ્રાથૅનાસભાઓને પ્રચંડ જનસમથૅન*
તાજેતરમાં સરકારના કૃષિ વિરોધી કાયદાઓની અમલવારી સામે વિરોધમાં દિલ્હીમાં ચાલતા આંદોલનને વિવિધ ક્ષેત્રોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સરકારના તુમાખી ભરેલ વ્યવહાર અને સતાના નશામાં ચૂર બની કિસાનોની સામે બળપ્રયોગ તેમજ કાવાદાવાની ગંદી રાજનીતિ રમત રહેલ રણકાર સામે પોતાના જ પક્ષોએ છેડો ફાડી નાખ્યો છે કેમ કે આ કાયદાઓને લીધે ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ જશે તેમજ પોતાની ખેતીને ઉધોગપતિઓને હવાલે કરવાની નોબત આવશે આવી દહેશત સાથે કિસાનો આદોલન ચલાવી રહયા છે.ત્યારે આ આંદોલનમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાની પ્રાથૅના સભા વિસાવદર તાલુકામાં વિવિધ સ્થળે યોજાયેલ જેમાં વિસાવદર ના ધારાસભ્ય અને ખેડૂતોના હિત માટે હંમેશા લડાયક નેતા હષૅદભાઈ રીબડીયાની આગેવાની સાથે તાલુકા કોગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયાના માગૅદશૅન હેઠળ મોટી મોણપરી,બરડીયા,સરસઈ અને કાલસારી ખાતે પ્રાથૅના સભા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં આ સ્થળોએ આસપાસ ના વિસ્તારો માં થી પણ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ અને કોરોનાની સરકારની ગાઈડ લાઈન સાથે વતૅમાન સરકારની કુટિલ ખેડૂત વિરોધી વિચારધારાને ભારે શબ્દોમાં વખોડી. અને સરકારને આપેલા મતનો સોદો સરકારે ઉધોગપતિઓ સાથે કરેલ છે આ સરકારમાં બેઠેલા સત્તાધિશો ખેડૂતો સામે ધૃતકો જ છે એવી કિસાનોએ પોતાની હૈયાવરાળ ઠાલવેલ. બંધારણના અપમાનસમા આ રાતોરાત ઘડેલા કાયદાની સામે જંગે ચઢેલા શુરવીરોની શહીદી એળે નહીં જાય તેમજ અત્યારે લડત ચલાવી રહેલા લોકોને લડવૈયાઓને ઈશ્વર સહાયરૂપ થશે જ અને સત્યની જીત થશે.તેવી પ્રાર્થના આ સભામાં કરેલ આ પ્રાથૅના સભામાં તાલુકાના ખેડૂત આગેવાનો સાથે તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ કાવાણી, મુનેશભાઈ પોકિયા જીલ્લા પંચાયત સદસ્ય, વલ્લભભાઈ દુધાત પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ સુભાષ ભાઈ ગોંડલીયા,વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય, ભરતભાઈ વિરડીયા, ઉપપ્રમુખ જીલ્લા કોગ્રેસ,અશ્વિનભાઈ નિમાવત,જીવનભાઈ ચૌહાણ, દલપતભાઈ સાવલીયા,સંજય સોજીત્રા, કિશોરભાઈ ડોબરીયા, જગદીશ ભાઈ સરધારા, વિઠલભાઈ વાવૈયા, મનસુખભાઇ વેકરીયા,વિનુભાઈ સાવલીયા,રાકેશ કથીરીયા, ભરતભાઈ અમીપરા, બાબુભાઈ સુખડીયા, ખીમજીભાઈ ભડક, લાલજીભાઈ કોટડીયા, અરવિંદ મહેતા, વાલજીભાઈ અમીપરા,હરદેવભાઈ વિકમાં,ઈમરાન પરમાર,હરેશ બલદાણીયા વગેરે વરીષ્ઠ ખેડૂત અગ્રણીઓએ હાજરી આપી અને સરકારની નિતીઓ સામે મૌન રીતે વિરોધ નોધાવ્યો હતો.અને સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
રિપોર્ટર હરેશ મહેતા


