ઘણા દિવસો થી લપ્પી વાઇરસ પશુઓ માં વકરતો જાય છે. ત્યારે રાજકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકા ના વિવિધ ગામોમાં રસીકરણ ની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે. જેમાં તાલુકા માં ટોટલ 2900 પશુઓ ને રસીકરણ ની પ્રક્રિયા આજ સુધી માં પૂર્ણ થઈ છે.તાલુકા માં લપ્પી વાઇરસ ના કુલ 37 કેશ નોંધાયા છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા ગામડે ગામડે જય ને રસીકરણ ની પ્રક્રિયા વેગવંતી થઈ રહી છે.જેમાં આ તકે તાલુકા વેટરનિટી ડો. હેતલબેન કારેથા તેમજ ડો.જે. જી.સાવલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ રસીકરણ ચાલી રહ્યું છે. સાથે ,
H. A.વીડજા,મેહુલ પરમાર,J.A.DELA સહીત નો સ્ટાફ દ્વારા રસીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત (શાપર-વેરાવળ)