Gujarat

એગ્રો વિઝન પ્રોજેક્ટ” નામની બનાવટી (ફરાળ) કંપની ઉભી કરી છોટાઉદેપુર જીલ્લાના ખેડુતોને સભાસદો બનાવી બોરવેલ, તાડપત્રી, સોલારપેનલ, ઇટો જેવી વિગેરે સરકારી સહાયમાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડતી નસવાડી પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ છેતરપીંડી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી નાઓને સુચના કરેલ જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી. વસાવા સર્કલ પો.ઇન્સ. બોડેલી નાઓના માર્ગદર્શન આધારે સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ. નસવાડી પોલીસ સ્ટેશન નાઓ નસવાડી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૭૨૨૦૭૭૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી મુજબના ગુન્હાના કામના આરોપીઓએ પહેલેથી જ ગુનાહીત કાવતરૂ રચી પ્રોપા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી તથા ઓધા ગ્લોબલ ડેવલોપમેન્ટ પ્રા.લી નામની સંસ્થાની રજીસ્ટર નં.૧૦૮૮૭૧ તા.૨૩/૦૬/૨૦૧૬ ના રોજ રજીસ્ટ્રેશન કરાવી કંપની ચાલુ કરી હોવાનું ખોટી હકીકત જણાવી ફરીયાદીને આ કંપનીમાં ઝોનલ ઓફીસર તરીકેની નોકરી આપી ફરીયાદી તથા સાહેદોને આ સંસ્થા તરફથી, બનેલા સભાસદોને બોરવેલ, દંડપત્રી, પાદપ, પંખા, પંમ્પ,બીપારણ, ડીપ, સોલાર તથા મકાન બનાવવા માટે ઈટ આપવા જેવી સુવિધાઓ આપવામાં આવશે તેવી વાત કરી, વિશ્વાસમાં લઇ રોજગાર આપવાની લાલચ વિશ્વાસમાં લઈ અન્ય આરોપી સાથે મળી કરીયાદી તાજ સાહેદોએ કુલ ૨૩૬૦ સભાસદો બનાવી તેઓ પાસેથી ફી તેમજ સહાય આપવાના રૂપિયા ૧.૨૪,૬૩,૩૦૮૪- ઉઘરાવી આરોપીઓએ સામાસ દોને સવિઓ ને આપી જે ઉઘરાવેલ રૂપીયા ત્રણેય આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા લઇ ચૈતરપિંડી કરેલ હોય અને આ ગુનાની તપાસ દરમ્યાન આ કામના મુખ્ય આરોપી સુનીલભાઇ નગીનભાઇ જાતે-ગામીત ઉ.વ.૩૭ રહે.મેઢસીંગી નિશાળ કુળીયા તા.સોનગઢ, તાપી નાઓને ટ્રાન્ફર વોરન્ટ આધારે રાજપીપળા સબજેલમાંથી લાવી તા.૨૨/૦૭/૨૦૨૨ ના કલાક ૧૨/૪૫ વાગે અટક કરી આરોપીના રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમ્યાન આરોપીને સાથે રાખી જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે તાપી જીલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા ગામે જઇ આરોપી તેજલબૈન ધર્મેશભાઇ ગામીત નાઓને પકડી પાડવામાં આવેલ છે અને પકડાયેલ બંને આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220726-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *