National

જબલપુરમાં લવ ટ્રાયંગલમાં મળ્યું દર્દનાક મોત

જબલપુર
અનિભા મર્ડર કેસમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં પોલીસ લવ ટ્રાયંગલની પણ તપાસ કરી રહી છે. મૃતક યુવતીને કોઇ પ્રાઇવેટ કંપનીના મેનેજેર સાથે પ્રેમ થઇ ગયો હતો. આ વાતને તેનો બોયફ્રેન્ડ અને નકલી પત્રકાર ગુસ્સે થયો હતો. અટકળો કરવામાં આવી રહી છે કે આ વાતથી નારાજ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને ગોળી મારી દીધી હતી. એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવતીને માર્યા પછી આરોપી યુવક નદીમાં કુદી ગયો હતો. કારણ કે હત્યાના એક દિવસ પછી બોયફ્રેન્ડની લાશ નર્મદામાં તિલવારાઘાટ પર મળી હતી. પોલીસ આ ચોંકાવનારી ઘટનાના દરેક પહેલુ પર તપાસ કરી રહી છે. કથિત હત્યા-આત્હત્યાની આ ઘટના ૨૩ જુલાઇના રોજ જબલપુર બેરેલા સ્ટેશન અંતર્ગત મંગેલીના ભટૌલી પુલ પર બની હતી. જાણકારી પ્રમાણે નર્મદા પુલ પર પોલીસને કાળી ફિલ્મ લગાવેલી સ્વિફ્ટ કાર મળી હતી. પોલીસે શંકાના આધારે કારની તપાસ કરી તો તેમના હોશ ઉડી ગયા હતા. કારની પાછળની સીટ પર એક યુવતીની લાશ મળી હતી. કારની ઉપર એક મોબાઇલ રાખેલો હતો જે સંભવત કાર સવાર યુવકનો માનવામાં આવી રહ્યો છે. સામેની એક સીટ પર પિસ્તોલ પડી હતી. કારમાં કોઇ યુવક ન હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારી, ડોગ સ્કવોડ અને એસએફએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણ થઇ કે એમપી ૨૦ સીજે ૯૪૧૪ નામના નંબર વાળી ગાડી વિજય કુમાર લાલના નામે નોંધાયેલી છે. પોલીસે જ્યારે વિજય કુમારની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે ૨૩ જુલાઇની સવારે બાદલ પટેલ તેની કાર લઇને ગયો હતો. યુવતીની ઓળખ રામપુર નિવાસી અનિભાના રૂપમાં થઇ છે. તે ત્રણ દિવસોથી ગાયબ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બાદલ પટેલ સાથે અનિભા હંમેશા ફરતી હતી. બાદલ વિશે જાણકારી મળી છે કે તે અવૈધ વસૂલી અને બ્લેકમેલિંગ કરનાર નકલી પત્રકાર ગેંગનો સભ્ય હતો. બાદલ સામે ગત વર્ષે એસપી સિદ્ધાર્થ બહુગુણાએ કાર્યવાહી પણ કરી હતી અને છ બ્લેકમેલરને જેલ પણ મોકલ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે બાદલના જેલ જવા દરમિયાન યુવતીની મિત્રતા આઈટી પાર્ક સ્થિત એક કંપનીના મેનેજર સાથે થઇ હતી. બન્નેની દોસ્તી મિત્રતામાં પરિણમી હતી. જેલમાંથી છૂટ્યા પછી આ વાત બાદલને ખબર પડી તો તેણે મેનેજરને માર પણ માર્યો હતો.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *