Delhi

ભારતનો પ્રથમ ટ્રાન્સ પાઇલટ ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરવા મજબૂરે

નવીદિલ્હી
એડમ હેરી ભારતનો પ્રથમ ટ્રાન્સ ટ્રેઇની પાઇલટ છે. તેને બાળપણથી પાઈલટ બનવાનું નક્કી કર્યું હતું અને તે માટે ખૂબ મહેનતથી જરૂરી તાલીમ પણ લીધી હતી. તેની તાલીમ પછી તેણે કોમર્શિયલ જેટ ઉડવાનું સ્વપ્ન જાેયું હતું. પરંતુ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનએ તેઓ હોર્મોન થેરાપી હેઠળ હોવાના કારણે તેમને હંગામી ધોરણે ઉડાન માટે સ્વસ્થ જાહેર કરતા મેડિકલ સર્ટિફિકેટનો ઇનકાર કર્યા પછી તેમના સપના તૂટી પડ્યા. હવે, ૨૩ વર્ષીય પાઇલટ એડમ હેરીને ઝોમેટો માટે ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરવાની ફરજ પડી છે. હેરી ૨૦૧૯માં ચર્ચામાં આવ્યો જ્યારે તે ભારતનો પ્રથમ ટ્રાન્સ ટ્રેઇની પાઇલટ બન્યો હતો. ડીજીસીએ હવે કહે છે કે, જ્યાં સુધી તે હોર્મોન થેરાપી પર છે, ત્યાં સુધી તે ઉડાન માટે અનફીટ છે. એક અહેવાલમાં જણવ્યા મુજબ એડમ હેરીએ તેનું પ્રાઈવેટ-પાયલોટ લાઇસન્સ (ઁઁન્) દક્ષિણ આફ્રિકાથી મેળવ્યું હતું અને બાદમાં તિરુવનંતપુરમમાં રાજીવ ગાંધી એકેડેમી ફોર એવિએશન ટેક્નોલોજીમાં કોમર્શિયલ પાયલોટ લાયસન્સ માટે જાન્યુઆરી ૨૦૨૦માં નોંધણી કરી હતી. કેરળ સરકારના સમાજ કલ્યાણ વિભાગે એડમ હેરીને ફ્લાઈંગમાં કારકિર્દી બનાવવા માટે ફ્લાઈંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી. જન્મ સમયે હેરીને સ્ત્રી તરીકે માતાપિતાને સોંપવામાં આવી હતી. જાેકે, હેરીએ દાઢી અને પુરુષ અવાજ જેવા શારીરિક ફેરફારો સાથે અધિકારીઓ સમક્ષ પોતાની જાતને ટ્રાન્સ મેન તરીકે ઓળખાવી. સ્ટુડન્ટ પાયલોટ લાયસન્સને સુરક્ષિત કરવા માટે તેમણે તબીબી પરીક્ષણોમાંથી પસાર થવું જરૂરી હતું. પરંતુ હેરીને એક મહિલા તરીકે તેનું ફોર્મ સબમિટ કરવાની ફરજ પડી હતી કારણ કે ડ્ઢય્ઝ્રછના મેડિકલ તપાસ ફોર્મમાં ટ્રાન્સજેન્ડર માટે કોઈ વિકલ્પ નહોતો. વ્યાપક પરીક્ષણો પછી, એડમ હેરીને ડ્ઢય્ઝ્રછ દ્વારા લિંગ ડિસફોરિયા (જૈવિક લિંગ અને તેમની લિંગ ઓળખ વચ્ચે અસંગતતાને કારણે વ્યક્તિમાં અસ્વસ્થતા હોઈ શકે છે) ટાંકીને હંગામી ધોરણે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. હેરી હાલમાં “ક્રોસ સેક્સ હોર્મોન થેરાપી” લઈ રહ્યો છે. અધિકારીઓએ હવે હેરીને તેની હોર્મોન થેરાપી પૂરી કરવા અને પછી મેડિકલ ટેસ્ટ માટે ફરીથી અરજી કરવાની સલાહ આપી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *