Gujarat

રાજકોટમાં ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાશે

રાજકોટ
રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્‌સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૭ જુલાઈના રોજ રમકડાં(બી), ખાણીપીણી(સી) તેમજ હાથથી ચાલતી ચકરડી (જે , કે ૧ તથા કે ૨) સ્લોટની ડ્રો દ્વારા ફાળવણીકરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તારીખ ૨૮, ૨૯, અને ૩૦ જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. વિવિધ સ્ટોલતેમજ રાઇડસ્‌ માટે ચાલુ વર્ષે ૩૬૪ સ્લોટ માટે કુલ ૧૯૧૬ અરજીઓ આવી છે. આ લોકમેળામાં રમકડાના ૨૧૦ સ્ટોર તેમજ ખાણીપીણીના નાના ૧૪ સ્ટોર તેમજ મોટા ૨ સ્ટોર તથા આઈસ્ક્રીમના ૧૬ સ્ટોર હશે. તેમજયાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ ૪૪ સ્લોટ, ચકરડીઓ માટે ૫૨ સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારીસંસ્થાઓ માટે ૨૬ સ્લોટ રહેશે. તેમ નાયબ મામલતદાર એચ. ડી. દુલેરા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તારીખ ૧૭ ઓગસ્ટ થી ૨૧ ઓગસ્ટ સુધી યોજાનાર છે. આ મેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવામાં આવનાર છે. શીર્ષક એટલે કે ‘રંગીલો લોકમેળો’, ‘થનગનાટ લોકમેળો’,’જમાવટ લોકમેળો’, ‘કાઠીયાવાડી લોકમેળો’, આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જાેઇએ. એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જાેઇએ. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ – ૨૭/૦૭/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *