જૂનાગઢ : પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાનમા અંબાજીની શક્તિપીઠ ખાતે માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગમા અંબાની મહાપૂજા તથા જીર્ણોધ્ધાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમા, જૂનાગઢના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.
આ અંગે વિગત આપતાં મહંત મોટા પીર બાવા પૂ. તનસુખગીરીજી મહારાજ અને મહંતશ્રી નાના પીર બાવા પૂ.ગણપતગીરીજી મહારાજ જણાવે છે કે આ પવિત્ર સ્થળે યોજાયેલા યજ્ઞ પ્રસંગે ત્રણ હજારથી વધુ શ્રધ્ધાળુઓ એ દર્શનનો લાભ લીધો હતો જેમાં કેટલાક શ્રધ્ધાળુઓ પગથિયાં મારફતે પણ દર્શન માટે પોહચયા હતાં. આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરૂપે મોકલવામાં આવ્યો છે.
