Uncategorized

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા ૨૪ કલાકમાં ફક્ત ૮ કેસ

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા ૨૪ કલાકમાં ફક્ત ૮ કેસ નોંધાયા છે. શહેરની જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં વધુ ૩ દર્દીના મોત નિપજયા છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પોઝિટિવ કેસની સંખ્યા સીંગલ ડિઝિટમાં પહોંચી છે. જો કે, સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ ૩ દર્દીના મોત નિપજયા છે. જયારે મંગળવારે શહેરમાં ૬ અને જિલ્લામાં ફકત ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં ૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *