Gujarat

હાલમાં થયેલા લઠ્ઠાકાંડના કારણે થયેલી મૃત્યુ સાબિત થાય છે  ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ પરથી સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે ૫૫ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે પહેલા પણ કેટલાક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યાં છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઈ થયું નથી પાંચ દિવસ થોડી જગ્યા ઉપર રેડ પરી  બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાયા અને આખી વાત ત્યાં જ પૂરી થઈ જાય છે ત્યારે  આજે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચાર કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220728-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *