*રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્ને રાજકોટમાં એઇમ્સના ખંઢેરી ખાતેના ખાતમુર્હુત સ્થળે હાજર રહેશે.*
*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આવતીકાલે વિજયભાઈ રૂપાણી સવારે ગાંધીનગરથી રાજકોટ પહોંચીને ૧૦ વાગ્યે એઇમ્સના ભૂમિ પૂજન સ્થળે પહોંચશે અને બપોરે ૧૨ વાગ્યા સુધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે ૨ વાગ્યે દેવભૂમિ દ્વારકા જીલ્લાની મુલાકાત માટે રવાના થશે અને ઓખા ખાતે પહોંચીને અહીં કોસ્ટગાર્ડના રહેણાંક કોમ્પ્લેક્ષને ખુલ્લું મુકશે આ દરમિયાન તેઓ દ્વારકામાં બંધાઇ રહેલા સિગ્નેચર બ્રિજનું હવાઇ નિરીક્ષણ કરશે. તા.૧ જાન્યુઆરીના સવારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન તથા રૂડાના ખાત મુહુર્ત માટે પરશુરામ મંદિર રૈયા ખાતે પહોંચશે. જ્યાં તેઓ અહીં અદ્યતન આવાસ યોજનાનું ખાતમુહુર્ત કરશે જેને લાઇટ હાઉસ પ્રોજેકટ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે ગાંધીનગર જવા રવાના થઇ જશે.


